Mehsana: દલિત યુવક ઘોડે ચડતા ગામ લોકોનો હથિયાર સાથે હુમલો, 5 મહિલા સહિત 10 સામે ફરિયાદ
બહુચરાજીના ધનપુરા ગામે દલિત યુવક ઘોડે ચડતા ગામના યુવકોએ હોબાળો મચાવ્યો. હથિયારો સાથે લગ્ન સ્થળે પહોંચીને યુવકને જાતિવિષયક શબ્દો કરીને હુમલો કર્યો. વરરાજાએ 5 મહિલાઓ…
ADVERTISEMENT
- બહુચરાજીના ધનપુરા ગામે દલિત યુવક ઘોડે ચડતા ગામના યુવકોએ હોબાળો મચાવ્યો.
- હથિયારો સાથે લગ્ન સ્થળે પહોંચીને યુવકને જાતિવિષયક શબ્દો કરીને હુમલો કર્યો.
- વરરાજાએ 5 મહિલાઓ સહિત 10 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી.
Mehsana News: મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ધનપુરા ગામે દલિત યુવાનને ઘોડે ચડીને ગામમાં વરઘોડો કાઢવાને મુદ્દે વિવાદ ઉઠ્યો હતો. જેમાં ગામના એક ચોક્કસ સમાજે વરઘોડો કાઢવા બાબતે બોલાચાલી બાદ હુમલો કરવા સંબંધે પાંચ મહિલા સહિત 10 વ્યક્તિઓ સામે બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જ્યારે બીજી બાજુ પોલીસ બંદોબસ્ત વચ્ચે ગામમાં યુવકનો વરઘોડો નીકળ્યો હતો.
વરરાજા ઘોડા પર ચડતા ગામના યુવકોનો હોબાળો
ધનપુરા ગામના મનુભાઈ બળદેવભાઈ સોલંકીના ભાઈના લગ્ન હોવાથી 28 જાન્યુઆરીના રોજ સવારના આશરે 9:30 વાગ્યાના અરસામાં પરિવારજનો સમાજના લોકો સાથે ભેગા થઈને વરઘોડો કાઢવાની તૈયારી કરી હતી. યુવક સાફો પહેરીને ઘોડા ઉપર બેસતાની સાથે જ અહીં આવેલા કેટલાક વ્યક્તિઓએ ગામમાં ઘોડા ઉપર ચડીને વરઘોડો કાઢવા બાબતે તેની સાથે બોલાચાલી કરી હતી. જેમાં મામલો ઉગ્ર બની ગયો હતો.
ADVERTISEMENT
જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલી હથિયારો સાથે આવેલા વ્યક્તિઓએ કરેલા હુમલામાં મનુભાઈ બળદેવભાઈ સોલંકી અને અન્ય કેટલાકને ઈજા થઈ હતી. દલિત યુવકના વરઘોડામાં થયેલા વિવાદની જાણ થતા જ બહુચરાજી પોલીસ ઘટના સ્થરે પહોંચી ગઈ હતી. પોલીસે સમગ્ર મામલે દરમિયાનગીરી કરી પોલીસ બંદોબસ્ત વચ્ચે યુવકનો વરઘોડો ગામમાંથી શાંતિપૂર્વક પસાર કર્યો હતો. બીજી બાજુ ઈજાગ્રસ્ત મનુભાઈ સોલંકીએ બહુચરાજી પોલીસ સ્ટેશનમાં 10 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
આ 10 વ્યક્તિઓ સામે નોંધાઈ ફરિયાદ
કનકસિંહ વિજુભા ઝાલા
હરપાલસિંહ અભેસંગ ઝાલા
ગીતાબેન અભેસંગ ઝાલા
ભગીબેન રામસંગ ઝાલા
પુરીબેન અખેરાજ ઝાલા
મોહિતજી મણાજી ઠાકોર
વિશાલ પ્રતાપજી ઠાકોર
સુરજબા ભગવતસિંહ ઝાલા
સમીર જશવંતસિંહ ઝાલા
પકીબા પ્રહલાદ સંઘ ઝાલા
ADVERTISEMENT
ADVERTISEMENT
પોલીસમાં 10 લોકો સામે ફરિયાદ નોંધાઈ
મનુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના બાદ આગેવાનો ભેગા થયા હતા. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો કરવા સમજ અપાઇ હતી. પુનઃ આવી કોઈ ઘટના ન બને તે માટે પોલીસ ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લેવાયો હતો. પાંચ મહિલા સહિત 10 વ્યક્તિઓ સામે મારામારી, રાઇટીંગ, અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અત્યાચાર અધિનિયમની કલમ 3(1)(R)(S), 3(2)(5)એ મુજબ ગુનો નોંધાવ્યો હતો.
(કામિની આચાર્ય, મહેસાણા)
ADVERTISEMENT