ડાકોર મંદિર વિવાદઃ દર્શનાર્થીઓને લૂંટવાનું ટ્રસ્ટીઓએ બનાવી લીધુ મન? નજીકથી દર્શનના લેશે જ રૂપિયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Dakot Temple News: હાલ ગુજરાતમાં બે મંદિર ચર્ચાનો વિષય બન્યા છે. એક સાળંગપુર હનુમાનજી મંદિર (Salangpur Hanumanji Temple)અને બીજી ડાકોર રણછોડરાય મંદિર (Dakor Temple). સાળંગપુર હનુમાનજી મંદિરનો વિવાદ ઉગ્ર બની રહ્યો છે. પણ ડાકોર વીઆઈપી દર્શન કે જેને મંદિર પ્રશાસન દ્વારા સન્નમુખ દર્શનનું ભારે અને સારા શબ્દો સાથેનું નામ આપવામાં આવ્યું છે, તે અંગે હવે નવો વળાંક આવ્યો છે. લાલચ માણસ પાસે શુંથી શું કરાવી શકે છે તે ડાકોર મંદિરે ઠાકોરજીના નજીકથી દર્શન કરવાના ચાર્જ વસુલવાના નિર્ણય પરથી જાણી શકાય છે. સેવા કરીએ છીએ, સેવા યજ્ઞ છે, દિવ્ય છે, ભવ્ય છે જેવા ભારે શબ્દો પાછળના કાળા કામ આપણે જોવા જ પડશે તેવી સ્થિતિ છે. ડાકોર મંદિરના આ નિર્ણયને સન્નમુખ દર્શન એવું સરસ નામ અપાયું છે. પણ કામ કાળું જ, તો કેટલું કાળું અને કેવું કાળું? તેવો પ્રશ્ન થાય તો જવાબ પણ મળે કે ગરીબ દર્શનાર્થીને ભગવાનની નજીક પણ આવવા દેવાશે નહીં. કેવું કાળું? કે, ભક્તની ભક્તિ અને ભગવાન વચ્ચે અંતર લાવનારું. કેવું કાળું? તો ધર્મ, ભક્તિ, આસ્થાને હિન્દુત્વની કહેવાતી સરકારના શાસનમાં પૈસે તોલવા જેટલું કાળું. કેવું કાળું તો, મંદિરની બહાર લાગતા બોર્ડ, ખિસ્સા કાતરૂઓથી સાવધાનને સ્પષ્ટતા સાથે પ્રોફેશનમાં બદલી નાખવાનું કામ. શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં.

ડાકોર મંદિરના મેનેજર શું કહે છે?

ડાકોર મંદિરમાં વીઆઈપી દર્શનનો મામલો હવે પેચીદો બની ગયો છે. ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા જે દર્શનાર્થીઓને ઠાકોરજીના સન્મુખ દર્શન કરવા હોય તે પેટે 250 -500 રૂપીયા ન્યોછાવર આપવી પડશે તેવો નિર્ણય લેવાયો હતો. જોકે હિંદુ સંગઠન તથા સ્થાનીક સરપંચ એસોસિએશનના સરપંચોએ વિરોધ કરતા આ અંગે પુનમ બાદ નિર્ણય લેવામા આવશે એવુ કહેતા મામલો થોડા સમય માટે થાળે પડ્યો હતો. જોકે ગત રોજ ડાકોર મંદિર મેનેજમેન્ટના નામથી એક લેટર વાયરલ થયો હતો, જેમા ડાકોરમા ઠાકોરજીના સન્મુખ દર્શન માટે ગર્ભવતી બહેનો, વૃધ્ધોને વિનામૂલ્યે સન્મુખ દર્શનનો લાભ મળશે તેમ જણાવવામાં આવ્યું હતું. ત્યારે હવે આજે ડાકોરમા એક બેઠક મંદિર ટ્રસ્ટ અને આંદોલનકારીઓ વચ્ચે યોજાઈ હતી. જેમાં ડાકોર મંદિરના મેનેજર જગદીશ દવે જણાવી રહ્યા છે કે, હાલ પુરતો સન્નમુખ દર્શનનો નિર્ણય યથાવત છે. અને આંદોલનકારીઓ સાથે સુખદ અંત આવશે. સાથે જ અગાઉ જણાવવામાં આવ્યું હતું કે, જે પણ દર્શનાર્થીઓને ઠાકોરજીના સન્નમુખ દર્શન કરવા હશે એમણે 250 – 500 રૂપીયા ન્યોછાવર પેટે આપવાના રહેશે. એ યથાવત રહેશે અને ગત રોજ જે લેટર વાયરલ થયો છે, એ અંગે તેઓ અજાણ હોવાની વાત કરી રહ્યા છે.

ચૂંટણી આવી એટલે 200 રૂપિયા ગેસના ઘટાડ્યા, ક્યાં 400 અને ક્યાં 1100: શક્તિસિંહ ગોહિલ

આંદોલનકારીઓનો મેનેજરને જવાબઃ વિવાદનો કોઈ સુખદ અંત આવ્યો નથી

હવે જગદીશભાઈ દવે તો એમ કહી રહ્યા છે કે, આંદોલનકારીઓ સાથે સુખદ અંત આવ્યો છે. પરંતુ આ અંગે આંદોલનકારીઓ જણાવી રહ્યા છે કે, અમારી વચ્ચે કોઈ સુખદ અંત આવ્યો નથી. પણ અમને આશ્વાસન આપવામા આવ્યુ છે કે, કમીટીની હવે પછીની બેઠકમાં આ નિર્ણય અંગે વિચારણા કરાશે. જેને લઈ હાલ અમે એમના નિર્ણયની રાહ જોઈને બેઠા છે. સાથેજ જે લેટર વાયરલ થયો હતો જેમા ઉલ્લેખ કરાયો હતો કે ગર્ભવતી મહિલા, સીનિયર સીટીઝનો, દિવ્યાંગો, અશ્કતો ને વિનામૂલ્યે સન્નમુખ દર્શનની વ્યવસ્થા કરાવવામા આવશે. એ અંગે અમે આજે ચર્ચા કરી છે.

ADVERTISEMENT

નજીકથી ડાકોરના ઠાકોરના દર્શનનો આપવો જ પડશે ચાર્જ

મહત્વની બાબત એ છે કે ડાકોરના ઠાકોરના વીઆઈપી દર્શનને મંદિર પ્રશાસન સન્નમુખ દર્શનનુ નામ આપી રહ્યા છે. અને જે પ્રમાણે નિવેદનો સામે આવી રહ્યા છે એ પ્રમાણે તો મંદિર પ્રશાસન સન્નમુખ દર્શનનો ન્યોછાવર ચાર્જને યોગ્ય ગણાવી રહ્યુ છે. ત્યારે આ અંગે આંદોલનકારીઓ પણ આ નિર્ણય પાછો ખેંચાશે એની રાહ જોવા માંગી રહ્યા છે. ત્યારે શુ સન્નમુખ દર્શનના ચાર્જ અંગે જે આંદોલન થઈ રહ્યુ હતુ એને થાળે પાડવાનો પ્રયત્ન ડાકોર ટેમ્પલ કમિટી ધ્વારા કરવામા આવી રહ્યો છે? આ વિષય હાલ ડાકોરમા ચર્ચાઈ રહ્યો છે. જોકે આજે થયેલ બેઠક પ્રમાણે તો ડાકોર મંદિરમા સન્નમુખ દર્શન પેટે ન્યોછાવર ચાર્જ તો દર્શનાર્થીઓને ચૂકવવા જ પડશે તેમ હાલ લાગી રહ્યુ છે

(હેતાલી શાહ.આણંદ)

    follow whatsapp

    ADVERTISEMENT