કચ્છથી દક્ષિણ ભારત જતા યાત્રાળુઓ સાથે દુર્ઘટના, ડાકોરમાં બસ વીજ વાયર અડી જતા મહિલાનું મોત, 2 લોકો ગંભીર
Dakor News: યાત્રાધામ ડાકોર ખાતે મંગળવારે કરુણ ઘટના બની હતી. જેમાં દક્ષિણ ભારતમાં પ્રવાસે જતી ટ્રાવેલ્સ બસને રિવર્સ લેતા સમયે વીજ વાયરને અડી ગઈ હતી.…
ADVERTISEMENT
Dakor News: યાત્રાધામ ડાકોર ખાતે મંગળવારે કરુણ ઘટના બની હતી. જેમાં દક્ષિણ ભારતમાં પ્રવાસે જતી ટ્રાવેલ્સ બસને રિવર્સ લેતા સમયે વીજ વાયરને અડી ગઈ હતી. જેના કારણે બસમાં સવાર 40થી વધુ મુસાફરોને કરંટ લાગ્યો હતો. જેમાં 3 લોકોને ગંભીર રીતે દાઝી દયા જતા વધુ અસર થઈ હતી. જેમાંથી 1 મહિલાનું કરંટ લાગતા મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય લોકોને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.
કચ્છથી દક્ષિણ ભારત માટે નીકળી હતી બસ
વિગતો મુજબ, કચ્છના રતનાલથી દક્ષિણ ભારતના પ્રવાસે માતૃછાયા ટ્રાવેલ્સની બસ નીકળી હતી. જેમાં 40થી વધુ મુસાફરો સવાર હતા. ધાર્મિક યાત્રાના પ્રથમ ચરણમાં ડાકોરને રણછોડરાયજીના દર્શન કરવા બસ પહોંચી હતી. જેમાં બસને મુખા તળાવ પાસે પહિયારીજીના આશ્રમ પાસે પાર્ક કરવામાં આવી હતી. મંદિરમાં દર્શન કરીને મુસાફરો બસમાં બેસી ગયા હતા અને ડ્રાઈવરે બસ ઉપાડી હતી. જોકે બસને રિવર્સ લેતા સમયે ઝુલતા વીજ વાયરને અડી જતા આખી બસમાં કરંટ આવ્યો હતો. જેમાં તમામ મુસાફરોને કરંટ લાગ્યો હતો.
બસ રિવર્સમાં લેતા કરંટ લાગ્યો
બસ રિવર્સમાં હોવાથી વીજ વાયર તૂટી જતા કરંટ બંધ થઈ ગયો હતો. જોકે બસના બોગી નં.1માં વીજ કરંટની વધુ અસર થતા 3 મુસાફરો ગંભીર રીતે દાજી ગયા હતા. જેમાં જ્યોતિબેન નામના મહિલાનું મોત નિપજ્યું હતું. તો એક પુરુષ તથા એક મહિલાને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે ડાકોર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે, વીજ ચોરી પકડીને લોકોને દંડ કરતું વીજ વિભાગ જોખમી રીતે નીચે ઝુલતા વાયર સામે આંખઆડા કાન કરી રહ્યું છે. જો આ જોખમી વાયરને લઈને થોડી ગંભીરતા દાખવી હોત તો આજે આ દુર્ઘટના થતી ટળી હોત.
ADVERTISEMENT
(ઈનપુટ: હેતાલી શાહ, ખેડા)
ADVERTISEMENT