Dakor VVIP દર્શન મામલોઃ હજુ મંદિરના ટ્રસ્ટીઓને પૂનમ સુધી કમાવું છે, પૂનમ પછી નક્કી કરશે નિયમ પાછો ખેંચવો કે નહીં
હેતાલી શાહ.આણંદઃ આપણે ત્યાં મંદિરોમાં વીવીઆઈપીઓના કેવા ઠાઠ હોય છે તે આપણે જોયા છે. વીવીઆઈપી દર્શન કરતા ફોટોઝ પાડી શકે, વીડિયો ઉતારી શકે, ગર્ભ ગૃહમાં…
ADVERTISEMENT
હેતાલી શાહ.આણંદઃ આપણે ત્યાં મંદિરોમાં વીવીઆઈપીઓના કેવા ઠાઠ હોય છે તે આપણે જોયા છે. વીવીઆઈપી દર્શન કરતા ફોટોઝ પાડી શકે, વીડિયો ઉતારી શકે, ગર્ભ ગૃહમાં પૂજન કરી શકે જ્યારે સામાન્ય વ્યક્તિને આ બધું કરવા માટે કેવા લોઢાના ચણા ચાવવાના થાય છે તેની સામાન્ય માણસને જ ખબર છે. આવા વીવીઆઈપીઓને વધુ એક સુવિધા મળે તેના માટે ડાકોરના રણછોડજીની નજર સામે હવે ગરીબ અને વીવીઆઈપીને અલગ કરી દેવાના કારસ્તાન મંદિર મેનેજમેન્ટે ઉપાડ્યા છે. ડાકોર મંદિરમાં (Dakor VVIP Darshan) મંદિર પ્રશાસન દ્વારા ભગવાનની નજીક જઈ દર્શનના ચાર્જ મામલે વિરોધના વંટોળના સૂર ઉઠતા મંદિર પ્રશાસને હાલ પુરતો વચ્ચેનો રસ્તો કર્યો છે, હિન્દુ સંગઠનો અને આસપાસના ગામના સરપંચોએ મંદિર પ્રશાસને રજૂઆત કરી આ નિર્ણય પાછો ખેંચવા અપીલ કરી હતી. અને આ નિર્ણય પાછો ના ખેંચાય તો શનિવારે સાંજે છ વાગ્યા પછી આંદોલન પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. જોકે તે બાદ ડાકોર ટેમ્પલ બોર્ડના મેનેજમેન્ટ અને આંદોલનકારીઓની બેઠક યોજાઈ અને મેનેજમેન્ટ ધ્વારા આશ્વાસન આપવામાં આવ્યું કે પુનમ પછી નક્કી કરશે કે આ નિર્ણય પાછો ખેંચવો કે નહીં. જોકે કેટલાકોનું એવું પણ માનવું છે કે મંદિર ટ્રસ્ટ આ પૂનમ સુધી તો કમાઈ જ લેવાના મનસુબા ધરાવે છે.
શ્રાવણીયો જુગારઃ અંબાજીની હોટલમાં 13.99 લાખની મત્તા સાથે જુગાર રમતા 19 યુવકો ઝડપાયા, જાણો કોણ કોણ પકડાયું
પૂનમ સુધીની મેનેજમેન્ટની કમાણીની લાલસા સ્પષ્ટ
જે દિવસે નિર્ણય લીધો તે જ દિવસથી અમલ થયો પણ હવે નિયમો પાછા ખેંચવા માટે પૂનમ સુધીનો સમય મેનેજમેન્ટ તંત્ર માગી રહ્યું છે. મતલબ કે ત્યાં સુધી તો મેનેજમેન્ટ દે દનાદન કમાણી કરી લેવાના મુડમાં છે. પૂનમ, રવિવાર, મોટા તહેવારો જેવા સમયે આ વીવીઆઈપી સેવા બંધ રહેશે.
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં દરેક દર્શનાર્થીઓને ઠાકોરજીના દર્શનનો કોઈ ચાર્જ ચુકવવો પડતો નથી. પણ જો રણછોડરાયના આગળ બેસી દર્શન કરવા હોય તો, 250 – 500 રૂપીયા ન્યોછાવર આપવી પડશે. અને એ આવકથી મંદિર યાત્રીઓ માટે સુવિધાઓ ઊભી કરશે એવો નિર્ણય એકાએક ગુરૂવારે ડાકોર ટેમ્પલ બોર્ડની યોજાયેલ મીટીંગમાં સર્વાનુમતે થયો. જોકે ત્યાર બાદ આ નિર્ણયથી વિરોધના વંટોળના સૂરો ઉઠ્યા છે. આ નિર્ણયનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ વચ્ચે કેટલાક ભક્તજનોમાં તો સ્પષ્ટ નારાજગી જોવા મળી રહી છે. ત્યારે શનિવારે આ મામલે હિન્દુ સંગઠનો અને આસપાસના ગામના સરપંચોએ મંદિર પ્રશાસને લેખિત રજૂઆત કરી આ નિર્ણય પાછો ખેંચવા અપીલ કરી હતી. અને આમ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. અને સાંજે 6 વાગ્યા બાદ ઉપવાસ આંદોલન પર બેસવાની ચિમકી ઉચ્ચારી હતી. જેને લઈ સાંજે 6 વાગ્યા બાદ હિન્દુ સંગઠનોના સભ્યો મંદિર પહોંચ્યા, પરંતુ મામલો હાલ પુરતો થાળે પાડવા ડાકોર મંદિર મેનેજમેન્ટ અને હિન્દુ સંગઠન વચ્ચે બેઠક યોજાઈ અને વચ્ચેનો રસ્તો મેનેજમેન્ટે કાઢ્યો કે પુનમ પછી નિર્ણય લઈશું. જેને લઈ આંદોલનકારીઓ એ કહ્યું કે જો પુનમ પછી પણ આ નિર્ણય પાછો નહીં ખેંચાય તો પુનમ બાદ આંદોલન પર બેસીશું.
ADVERTISEMENT
જેને લઈ હવે જાગૃતજનો કહી રહ્યા છે કે, આ નિર્ણય જ્યારે લેવાયો ત્યારે પુનમ હતી ? તો જો નિર્ણય એકાએક લેવાતો હોય તો તે જ નિર્ણયને પાછો પણ ગમે ત્યારે ખેંચી શકાય છે. પરંતુ ડાકોર ટેમ્પલ બોર્ડને ત્યા સુધી કમાણી કરવી છે, અને ત્યા સુધી કોઈ રસ્તો નિકળે એટલે જ આ મુદ્દો હાલ પુરતો થાળે પાડી દીધો છે.
ADVERTISEMENT