ડાકોરમાં ગુરુપૂર્ણિમાના અવસરે લોકોનું કીડિયારું જોઈ ચોંકી જશોઃ જુઓ Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ આજે ગુરુપૂર્ણિમા હોવાથી ઠેર ઠેર મંદિરોમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો. પરંતુ ડાકોરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. સામાન્ય રીતે ભક્તોનું આવું ઘોડાપૂર ફાગણી પૂનમે જોવા મળતું હોય છે. પરંતુ આજે ગુરુપૂર્ણિમાએ ભક્તોનુ ઘોડાપૂર જોતા ડાકોરના વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ડાકોરમાં થઈ ગયો ફાગણી પૂનમ જેવો માહોલ
ખેડા જિલ્લાના સુપ્રસિઘ્ધ યાત્રાધામ ડાકોર કે જ્યા રાજા રણછોડ બીરાજે છે. લોક વાયકા છે કે, કોઈ પણ જાત્રા કરો અને ત્યાર બાદ ડાકોરના ઠાકોરના દર્શન ના કરો ને તો જાત્રાનુ પુન (પુણ્ય) મળતુ નથી. એટલે સામાન્ય દિવસોમાં પણ ડાકોરમાં ભક્તોનો ઘસારો હોય છે. જોકે ભક્તોનું ઘોડાપુર તો માત્ર ફાગણી પુનમે જ જોવા મળે છે, જ્યાં ગુજરાતભરથી શ્રધ્ધાળુઓ ઠાકોરજીના દર્શન કરવા પગપાળા આવતા હોય છે. પરંતુ આજે પણ ડાકોરમા ફાગણી પૂનમ જેવો માહોલ જોવા મળ્યો. આજે ફાગણી પુનમ નહીં પરંતુ ગુરૂ પુર્ણીમા છે. અને ગુરુપૂર્ણિમાએ મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ડાકોરમાં ઉમટ્યુ હતું.

સુરત પોલીસે ટીવી સિરિયલના અભિનેતાની કરી ધરપકડ, દુકાનદારને છેતરવો પડ્યો ભારે

ડાકોરના વેપારીઓમાં પણ ખુશીનો માહોલ
જેનો વીડીયો પણ હાલ સોશ્યલ મીડીયામા ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કારણકે, ડાકોરના વેપારીઓને ફાગણી પુનમ સમયે જ ખૂબ કમાણી થતી હોય છે. પરંતુ આજે ભક્તોનો આવો ઘસારો જોતા ડાકોરના વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે. આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં વહેલી સવારે આજે મંગળા આરતી બાદ ભગવાનને કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાનને શણગાર કરી શણગાર આરતી કરવામાં આવી. ગુરુપૂર્ણિમાનું વિશેષ મહત્વ હોય હજારો-લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવતા ભગવાનના દર્શન પણ વધુ સમય માટે ખુલ્લા રાખવાની ફરજ પડી હતી. તો પોલીસને પણ તાત્કાલિક બંદોબસ્ત ગોઠવવો પડ્યો કે જેથી કોઈ અનિચ્છિય ઘટના ન બને.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT