દાહોદની ખાસ પળ, PM મોદીએ શેર કરેલી આ તસવીરમાં કોણ છે? જાણો

ADVERTISEMENT

gujarattak
social share
google news

દાહોદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના દાહોદમાં આવ્યા ત્યારે તેઓને 103 વર્ષના સુમનભાઈ ભાભોર ભેટી પડ્યા હતા. વડાપ્રધાને તેમની સાથેની આ તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, દાહોદની આ ખાસ પળ છે જ્યારે 103 વર્ષના સુમનભાઈ મને આશીર્વાદ આપવા આવ્યા હતા. તેમણે પોતાના ભાષણ દરમિયાન પણ સુમનભાઈને યાદ કર્યા હતા.

પોતાની સ્પિચમાં વડાપ્રધાને સુમનભાઈ અંગે કહ્યું…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચૂંટણીને લઈને ભાજપ માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે તેમણે દાહોદમાં જાહેર સભા દરમિયાન સુમનભાઈને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અગાઉની સરકાર એવી હતી કે, ધારાસભ્યો આવેદન લઈને ગાંધીનગર જતા. અમારા સુમનભાઈ એમપી હતા, જશવંતસિંહના પિતાજી થાય. તે આજે મને આશીર્વાદ આપવા આવ્યા હતા. સુમનકાકા 102 વર્ષના છે. પહેલાના દિવસોમાં તેઓ ગામડાઓમાં હેન્ડપંપ લગાવવાની વિનંતી કરતા. તે હેન્ડપમ્પનો જમાનો હતો. લોકોએ મોદીને (પોતાને) કહ્યું કે તેઓને નલ સે જલ જોઈએ છે, અને તમારો આ પુત્ર (પોતે) નલ સે જલ પૂરો પાડે છે.

વડાપ્રધાને લખ્યું…
વડાપ્રધાને પૂર્વ એમપી સુમનભાઈ સાથેની આ તસવીરને શેર કરતાં સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, દાહોદની આ ખાસ પળ છે જ્યારે 103 વર્ષના સુમનભાઈ મને આશીર્વાદ આપવા આવ્યા હતા. તેમણે પોતાના ભાષણ દરમિયાન પણ સુમનભાઈને યાદ કર્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT