પોલીસે DJ મંગાવ્યું, સાફા બાંધીને જાનૈયા બનીને નીકળ્યા અને 144 ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
દાહોદ: દાહોદ જિલ્લામાં LCB પોલીસ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. 136 જેટલા ગુનામાં વોન્ટેડ આરોપી પીદીયા રતના સંગાડિયાને પકડવા માટે પોલીસ છેલ્લા…
ADVERTISEMENT
દાહોદ: દાહોદ જિલ્લામાં LCB પોલીસ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે. 136 જેટલા ગુનામાં વોન્ટેડ આરોપી પીદીયા રતના સંગાડિયાને પકડવા માટે પોલીસ છેલ્લા 1 મહિનાથી કમર કરી રહી હતી. આ વચ્ચે પોલીસેને બાતમી મળી હતી કે આરોપી પીદિયા ખરોદા ગામની આલની તળાઈના જંગલમાં આવવાનો છે. ત્યારે પોલીસે જાનૈયા બનીને રેકી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. જેમાં આરોપી સામે વધુ 9 દુના ખુલતા તે 144 ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું હતું.
જાનૈયા બનીને પોલીસે આરોપીને દબોચ્યો
વિગતો મુજબ, દાહોદમાં વોન્ટેડ આરોપી પીદીયા રતના સંગાડિયા છેલ્લા ઘણા સમયથી પોલીસની પકડથી દૂર હતો. ત્યારે પોલીસને તેની ચોક્કસ જગ્યાની બાતમી મળી હતી. આથી પોલીસે ડીજે જીપ, બાઈક સહિતના ખાનગી વાહનો તૈયાર કર્યા હતા અને આ વાહનો પર વર તથા કન્યા પક્ષના સ્ટીકરો લગાવ્યા હતા. PSI સહિત 23 જેટલા પોલીસકર્મીઓ જાનૈયા બનીને ઓપરેશનમાં જોડાયા હતા.
આરોપી સામે 144 ગુનાનો ખુલાસો થયો
આમ જાનૈયા બનીને નીકળેલી પોલીસ માથે સાફા બાંધીને વાજતે ગાજતે નીકળી હતી. ત્યારે આ દરમિયાન જંગલમાં પીદિયા આવતા જ તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીને પકડ્યા બાદ તેની સામે વધુ 9 જેટલા ગુનો હોવાનું સામે આવ્યું હતું. આમ તેની સામે 144 ગુનામાં વોન્ટેડ હોવાનું ખુલ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT