DAHOD માં અમિત શાહે કોંગ્રેસની ઝાટકણી કાઢી, યુવરાજ પણ રાતના અંધારામાં રસી લઇ આવ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દુલ ગજ્જર/ દાહોદ : દાહોદના ઝાલોદમાં વિશાળ વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં અમિત શાહ પોત હાજર રહ્યા હતા. અહીં વિશાળ જનસભા સંબોધિત કરી હતી જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીની પણ ઝાટકણી કાઢી હતી.

ઝાલોદમાં કોંગ્રેસ પર અમિત શાહ ભડક્યાં
દાહોદના ઝાલોદ ખાતે આજે યોજાયું વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યાહ હતા. આ સભાની શરૂઆત ઝાલોદના ભાજપના ઉમેદવાર મહેશ ભુરીયાના સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. તેમને લોકોને પિતાને જીત અપાવવા માટે અપીલ કરી હતી. ત્યારે બાદ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે કહ્યું કે, સરદાર વલ્લભ ભાઈ પટેલ પછી દેશની સુરક્ષા, સલામતી અને આતંકવાદને નાબુત કરવાવાળા આપડા દેશના ગૃહમંત્રી અમિત શાહ જ છે.

આદિવાસીઓની રાજનીતિ સિવાય કોંગ્રેસે કંઇ જ ન કર્યું
આદિવાસી વિસ્તારોમાં કામ મોદી સરકારે કર્યા છે. ગુજરાતમાં કોંગ્રેસની છેલ્લી સરકાર હતી ત્યારે કોંગ્રેસીઓએ માત્ર 900 કરોડ બજેટમાં ફાળવ્યું હતું. હમણાં ભુપેન્દ્ર પટેલની સરકારે 1લાખ કરોડ ફાળવ્યા છે. કોંગ્રેસીયાઓના જમાનામાં આ વિસ્તારોમાં માંડ 4 કલાક વીજળી આવતી હતી. 24 વીજળી આપવાનુ કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે. મહેશને જીતાડી ગાંધીનગર મોકલવા માટે પણ લોકોને અપીલ કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT