દાહોદમાં એક્ટિવા પર જતા મહિલા અધિકારી પર પડ્યું ઝાડઃ ઘટના CCTVમાં કેદ
ગોધરાઃ દાહોદના છાપરી ખાતે એક ઘટનામાં ચાલુ એક્ટિવા પર જઈ રહેલા મહિલા પર એક તોતિંગ વૃક્ષ અચાનક ધરાશાયી થઈને પડ્યું હતું. આ ઘટનામાં તેમને ઘણી…
ADVERTISEMENT
ગોધરાઃ દાહોદના છાપરી ખાતે એક ઘટનામાં ચાલુ એક્ટિવા પર જઈ રહેલા મહિલા પર એક તોતિંગ વૃક્ષ અચાનક ધરાશાયી થઈને પડ્યું હતું. આ ઘટનામાં તેમને ઘણી ઈજાઓ થઈ હતી. ઉલ્લેખનીય છે કે સદનસીબે તેમનો જીવ બચી ગયો હતો. તેમને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જુનાગઢની બબાલમાં 180 લોકોની અટકાયત: મર્ડર સહિતના ગંભીર આરોપો
બે મહિલાઓ ઘાયલ
દાહોદના છાપરી ખાતે પંચાયત શાખાના નાયબ ચીટનીસ મહિલા અધિકારી વૈશાલી જયસ્વાલ અને તિજોરી શાખાના એકાઉન્ટન્સ એક્ટિવા પર બેસીને જઈ રહ્યા હતા. તેઓ એક્ટિવા પર ઓફિસ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. ત્યારે અચાનક છાપરી ગામ હાઈવે પર એક તોતિંગ વૃક્ષ સીધું જ તેમના પર પડ્યું હતું. આ ઘટનામાં બંનેને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જુઓ સીસીટીવી…
(ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)
ADVERTISEMENT
ADVERTISEMENT