દહેગામમાં ગણેશોત્સવના લોકડાયરામાં બબાલ, ફોર્ચ્યુનર કારથી લોકોને કચડવાનો પ્રયાસ, મંડપ પાડી દીધો
Dahegam News: ગાંધીનગરના દહેગામમાં મોડી રાત્રે મારામારીની ઘટના બની હતી. ડાયરામાં પાર્કિંગ મામલે બબાલ થતા મામલો બિચક્યો હતો. જે બાદ ટોળાએ ગણેશ પંડાલ અને વાહનોમાં…
ADVERTISEMENT
Dahegam News: ગાંધીનગરના દહેગામમાં મોડી રાત્રે મારામારીની ઘટના બની હતી. ડાયરામાં પાર્કિંગ મામલે બબાલ થતા મામલો બિચક્યો હતો. જે બાદ ટોળાએ ગણેશ પંડાલ અને વાહનોમાં તોડફોડ કરી હતી. બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બનતા મામલે બિચક્યો હતો ઘટનામાં 4-5 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે ગણેશ પંડાલમાં હાજર લોકો પર કાર ચઢાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો. ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી.
ગણેશ પંડાલના ડાયરામા બબાલ
વિગતો મુજબ, દહેગામમાં સરદાર શોપિંગ સેન્ટરમાં ગણેશ પંડાલમાં મારામારી અને તોડફોડનો બનાવ બન્યો હતો. બુધવારે રાત્રે પંડાલમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા હતા. જેમાં બે યુવકો વચ્ચે ઘર્ષણ થયું અને બાદમાં તોફાની તત્વોએ પંડાલમાં તોડફોડ કરી ગાડીઓના કાચ તોડ્યા હતા. ઘટનામાં 4-5 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
દહેગામમાં ગણેશ મહોત્સવના ડાયરામાં બબાલ, બે જૂથો વચ્ચે ઝઘડામાં તોડફોડ#Dahegam #Ganeshotsav #GujaratiNews pic.twitter.com/EswhZugVv0
— Gujarat Tak (@GujaratTak) September 28, 2023
ADVERTISEMENT
બુટલેગરે લોકોને કચડવાનો પ્રયાસ કર્યો
સ્થાનિક લોકોનો આરોપ છે કે, ડાયરા સ્થળ પર બુટલેગર દ્વારા લોકો પર પોતાની કાર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા. એક વ્યક્તિ પર કાર ચઢાવવા માટે અનેક લોકોને નુકસાન પહોંચાડ્યું હતું. ઘટના બાદ પોલીસે સ્થાનિકોનું નિવેદન નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT