‘દબંગ ગર્લ’ સોનાક્ષી સિંહા મોઢેરાના સૂર્યમંદિરની કોતરણી જોઈ અભિભૂત થઈ ગઈ, 3D લાઈટ શો પણ જોયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહેસાણા: બોલિવૂડ એક્ટ્રેસ અને દબંગ ગર્લ સોનાક્ષી સિંહા રવિવારે મોઢેરાના સૂર્યમંદિરની મુલાકાતે પહોંચી હતી. એક્ટ્રેસે સાંજે સૂર્યમંદિરમાં થ્રીડી લાઈટ શો પણ નિહાળ્યો હતો. આ સાથે જ તેણે ઐતિહાસિક સૂર્યમંદિરની કોતરણીના પણ ખૂબ વખાણ કર્યા હતા.

એક્ટ્રેસે સૂર્ય મંદિરમાં કલાત્મક કોતરણી નિહાળી
પોતાની ફિલ્મ ડબલ XLના પ્રમોશન માટે ગુજરાત આવેલી એક્ટ્રેસ સોનાક્ષી સિંહા રવિવારે સાંજે મોઢેરા સૂર્યમંદિરની મુલાકાતે પહોંચી હતી. આ દરમિયાન એક્ટ્રેસની સાથે તેના સાથી કલાકારો પણ હતા. એક્ટ્રેસે સૂર્યમંદિરમાં કરવામાં આવેલી કલાત્મક કોતરણી પણ નિહાળી હતી અને બાદમાં સૂર્યમંદિરમાં સાંજે 3D લાઈટ શોનો પણ આનંદ માણ્યો હતો.

એક્ટ્રેસને જોવા ઉમટી ભીડ
ત્યારે મોઢેરામાં એક્ટ્રેસ સોનાક્ષીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકો અને પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. જોકે અગાઉથી જ પોલીસ બંદોબસ્તના કારણે ભીડ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. તાજેતરમાં જ PM મોદી દ્વારા મોઢેરા ગામને સોલર પાવર્ડ વિલેજ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે આગામી દિવસોમાં મોટી સંખ્યામાં લોકો આ ગામની મુલાકાતે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

ADVERTISEMENT

નોંધનીય છે કે, સોનાક્ષી સિંહાની ફિલ્મ ‘Double XL’ આગામી સમયમાં થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. જેને લઈને તે ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે પ્રમોશન માટે અમદાવાદ આવી હતી. સોનાક્ષી સાથે ઝાહિર ઈકબાલ અને મહત રાઘવેન્દ્ર, તથા હુમા કુરેશી પણ અમદાવાદ આવ્યા હતા. આ બાદ તેમણે મોઢેરાના સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT