આણંદઃ કલેક્ટર કચેરીમાં જ મહિલા સાથે કલેક્ટર વાંધાજનક અવસ્થામાં? Video બન્યો સસ્પેન્શનનું કારણ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ આઝાદી બાદ પ્રથમ વખત બનેલ ઘટનામાની એક ઘટના સામે આવી છે જેમા કલેક્ટરને સસ્પેન્ડ કરવામા આવ્યા હોય. આ ઘટના આણંદ જિલ્લામાંથી સામે આવી છે અને શું છે આ ઘટના , શા માટે આણંદ કલેકટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા જોઈએ આ અહેવાલમાં….

વીડિયોમાં મહિલા સાથે વાંધાજનક અવસ્થામાં અધિકારી

ગઈ કાલે ગાંધીનગરથી એક આદેશ છૂટયો જે બાદ સમગ્ર ગુજરાતમાં આ આદેશને લઈ ચર્ચાઓ જોર પકડ્યું હતું. આદેશ હતો આણંદ જિલ્લા કલેકટર ડી.એસ ઘડવીને સસ્પેન્ડ કરવાનો. અને હાલ આણંદ જિલ્લા કલેકટર તરીકે ડી.ડી.ઓ મીલીન્દ બાપનાને વધારાનો ચાર્જ સોંપાયો છે. જોકે કલેક્ટર લેવલના અધિકારીને સસ્પેન્ડ કરવામા આવતા અનેક સવાલો ઊભા થયા હતા. જેમાં સામે આવી રહ્યું છે કે, આણંદ કલેકટર કચેરીમાં હવે પૂર્વ કલેક્ટર ડી.એસ. ગઢવી ફરજ દરમિયાન એક મહિલા સાથે વાંધાજનક અવસ્થામાં હોય તેવો કથિત વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો સરકાર સુધી પહોંચ્યો અને તેમને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

AMCની હોસ્પિટલમાં સગર્ભા-બાળક બંનેનું મોત, હોસ્પિટલમાં કોઈ ડોક્ટર ન હોવાનો આક્ષેપ

કલેક્ટરને બદનામ કરવા રચાયો ખેલ?

વાંધાજનક વીડિયોને લઈને હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી, આદેશ કરતા, સરકારે સીધો સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે કોઈ પણ પ્રકારે સરકાર બદનામ થાય એવી કોઈ પણ હરકત ચલાવી લેવામાં નહીં આવે. આ ઘટનામાં આક્ષેપોની તપાસ માટે સરકારે આ મામલે કમિટી રચી છે. આ કમિટીમાં તમામ મહિલા અધિકારીઓને સમાવવામાં આવ્યાં છે, જેમાં અધિક મુખ્ય સચિન સુનૈના તોમર, અગ્ર સચિવ મમતા વર્મા, ગ્રામ વિકાસ કમિશનર મનીષા ચંદ્રા, સંયુક્ત સચિવ ભક્તિ શામળ તથા દેવીબેન પંડ્યાનો સમાવેશ થાય છે. જેમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે પણ કલેક્ટરને બદનામ કરવા માટે રચાયેલા આ ખેલમાં પ્રમોટી આઈએએસે નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.

ADVERTISEMENT

આખા ગુજરાતમાં ફર્યો છે Video તો કલેક્ટર કેવી રીતે હોય અજાણ?

મળતી માહીતી અનુસાર કલેક્ટર આ મામલે વીડિયો અંગે અજાણ હોવાનું જણાવી તપાસમાં સહકાર આપવાની વાત કરી રહ્યાં છે પણ મહત્વની બાબત એ સામે આવી છે કે, જે વિવાદીત વીડિયોને લઈ ને ડી.એસ. ગઢવીને સસ્પેન્ડ કરાયા તે વીડિયો જાન્યુઆરીમાં બન્યો હતો. અને ચર્ચાતી વાતો અનુસાર તે વખતથી જ વિવાદીત આ વીડિયો આખા ગુજરાતમાં ફરી રહ્યો છે. ત્યારે આટલા મહિના બાદ આ વીડિયો સરકાર સુધી પહોંચ્યો જેને લઈને પણ અનેક તર્ક વીતર્ક થઈ રહ્યા છે. જોકે આ ઘટનામા મહિલાઓની તપાસ કમીટી તપાસ કરી રહી છે. તપાસ બાદ શું સામે આવે છે તે જોવું રહ્યું. હાલ એવું મનાય છે કે આ વીડિયો કલેક્ટરના સસ્પેન્સનનું કારણ બન્યો છે પરંતુ તે તર્ક કરતા અન્ય કોઈ કારણો પણ હોય તેવી પણ સંપૂર્ણ શક્યતાઓ છે. કારણ કે દસ મહિનાનો સમય વિત્યા પછી સરકારને બ્રહ્મજ્ઞાન થાય તે વાત પણ માનવી મુશ્કેલ છે.

    follow whatsapp

    ADVERTISEMENT