અકસ્માત પહેલા સાયરસ મિસ્ત્રીની કારે 9 મિનિટમાં 20 કિ.મીનું અંતર કાપ્યું હતું, પોલીસે શું કર્યો ખુલાસો?

ADVERTISEMENT

gujarattak
social share
google news

મુંબઈ: ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું રવિવારે મુંબઈ પાસે એક માર્ગ અકસ્માતમાં નિધન થઈ ગયું. સાયરસ મિસ્ત્રી કારમાં અમદાવાદ-મુંબઈ હાઈવે પર મુસાફરી કરી રહ્યા હતા. આ કારમાં ચાર લોકો સવાર હતા. મુંબઈ પાસે તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ અને આ દુર્ઘટના બની. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, ઓવરસ્પીડ, રોન્ગ સાઈડથી ઓવરટેક કરવા વગેરે જેવા કારણોથી આ અકસ્માત થયો છે. કારે માત્ર 9 મિનિટમાં જ 20 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. જેના પરથી તેની ગતિનો અંદાજ લગાવી શકાય છે.

મહિલા ડોક્ટર ચલાવી રહી હતી કાર
સાયરસ મિસ્ત્રીની કારને અનાહિતા પંડોલે ચલાવી રહી હતી, જે જાણીતી ગાયનેકોલોજીસ્ટ છે. કારમાં સાયરસ મિસ્ત્રી અને અનાહિતા પંડોલે ઉપરાંત તેમના પતિ ડેરિયસ પંડોલે અને ભાઈ જહાંગીર દિનશા પંડોલે હતા. અકસ્માતમાં અનાહિતા અને તેના પતિ બચી ગયા પરંતુ બંનેને ગંભીર ઈજા પહોંચી છે. બંનેની વાપીની પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જેમને આજે મુંબઈ શિફ્ટ કરી શકાય છે.

ઓવરસ્પીડમાં હતી કાર
પોલીસ મુજબ, તપાસમાં સામે આવ્યું કે કાર ઓવરસ્પીડ હતી. કારે અન્ય વાહનને ખોટી બાજુથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ મુજબ અકસ્માત રવિવારે બપોરે બે વાગ્યે મુંબઈથી 120 કિલોમીટર દૂર થયો હતો. જેમાં સાયરસ મિસ્ત્રી અને જહાંગીર દિનશા પંડોલેનું મોત થયું. બંને પાછલી સીટમાં બેઠેલા હતા.

ADVERTISEMENT

શાપુરજી પાલોનજી ગ્રુપના પ્રમુખ છે સાયરસ મિસ્ત્રી
સાયરસ પાલોનજી મિસ્ત્રીનો જન્મ 4 જુલાઇ 1968 ના રોજ થયો હતો. તેઓ શાપૂરજી પાલોનજી ગ્રુપના પ્રમુખ પાલોનજી મિસ્ત્રીના સૌથી નાના પુત્ર હતા. મુંબઇથી કેથેડ્રલ એન્ડ જોન કોનન સ્કુલમાં પ્રાથમિક અભ્યાસ કર્યો અને ત્યાર બાદ સિવિલ એન્જિનિયરિંગનો પણ અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેઓ લંડન ગયા હતા. લંડન બિઝનેસ સ્કુલમાં મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. 1991 માં તેમણે પોતાનો ફેમિલી બિઝનેસ જોઇન કર્યો હતો.

બિઝનેસ ક્ષેત્રમાં ખુબ જ મોટુ છે શાપુરજી ગ્રુપ
1994 માં શાપુરજી પાલોનજી ગ્રુપના ડાયરેક્ટર બનાવાયા છે. તેમના નેતૃત્વમાં કંપની ભારતના સૌથી ઉંચા રેસિડેન્શિયલ ટાવર, સૌથી લાંબો રેલવે પુલ અને સૌથી મોટા પોર્ટનું પણ નિર્માણ કર્યું છે. પાલોનજી ગ્રુપ કાપડથી માંડીને રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, બિઝનેસ અને ઓટોમેશન સહિત અનેક ક્ષેત્રો સાથે સંકળાયેલો છે. બે મહિના પહેલા જ સાયરસના પિતા અને બિઝનેસ ટાયકુન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની વયે નિધન થયું હતું. હાલ તેમના પરિવારમાં તેમના માતા પાટ્સી પેરિન ડુબાસ, શાપુર મિસ્ત્રી અને બે બહેનો લૈલા મિસ્ત્રી અને અલૂ મિસ્ત્રીનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT