બિપોરજોય વાવાઝોડાએ ગુજરાતમાં સર્જ્યો રેકોર્ડ, અરબી સમુદ્રમાં સૌથી લાંબો સમય રહેનાર ચક્રવાત બન્યું
અમદાવાદ: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાએ ગુજરાતમાં આતંક મચાવ્યો છે. 6 જૂનનાઅરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત બિપોરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે. કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે વાવાઝોડાનું…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાએ ગુજરાતમાં આતંક મચાવ્યો છે. 6 જૂનનાઅરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાત બિપોરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે. કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે વાવાઝોડાનું લેન્ડફોલ થયું. મધરાત સુધી વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા ચાલી. આ વાવાઝોડાએ ગુરુવારે રાત્રે સાડા નવ વાગ્યે ચક્રવાત તરીકે 9 દિવસ અને 16 કલાક પૂરા કર્યા હતા. આ પ્રકારે તે અરબ સાગરમાં સૌથી લાંબા સમય સુધી રહેલું ચક્રવાત બની ગયું હતું.
ગુજરાતમાં વાવાઝોડાના કહેરથી હજુ કોઈ માનવ જિંદગી નથી ગઈ પરંતું અત્યાર સુધીનું સૌથી વધુ સમય સક્રીય રહેનાર ચક્રવાત બિપોરજોય રહ્યું છે. IMDના આંકડા મુજબ, 2019માં ચક્રવાત ક્યારનો કૂલ 9 દિવસ અને 15 કલાક હતો. જ્યારે 2018માં ચક્રવાત ગાજાનું આયુષ્ય સમાન હતું. 2018નું અત્યંત તીવ્ર ચક્રવાત ગાજા દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં 9 દિવસ અને 15 કલાક સુધી રહ્યું હતું. તે અરબ સાગરમાં સર્જાયુ અને ત્યાં જ નબળું પડ્યું હતું. તો સાયક્લોન બિપોરજોય ગઈ કાલે એટલે કે 15 જૂનની સાંજે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થયું હતું. હજુ પણ ગુજરાતમાં તેમની અસર શરૂ છે.
આમ તૈયાર થાય છે ચક્રવાત
ચક્રવાત એ એક માળખું છે જે નીચા વાતાવરણીય દબાણ સાથે ગરમ હવાની આસપાસ ઉદભવે છે. જ્યારે એક બાજુથી ગરમ હવા અને બીજી બાજુથી ઠંડી હવા મળે છે, ત્યારે તે ચક્રાકાર તોફાનનું સ્વરૂપ લેવાનું શરૂ કરે છે, તેને ચક્રવાત કહેવામાં આવે છે.
ADVERTISEMENT
જાણો શું કહ્યું IMD ના અધિકારીએ
બિપોરજોય વાવાઝોડાને લઈ ગુજરાતનું તંત્ર સહિત દેશની નજર તેના પર હતી આ દરમિયાન વાવાઝોડાને લઈ IMDના અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના મહત્વપૂર્ણ છે, કારણ કે તે ઉષ્ણકટિબંધીય ચક્રવાતની રચના અને ટકાવી રાખવાની સમજ આપે છે. ચોમાસાની શરુઆત પહેલાં ગરમ અરબ સાગર સાથે ચક્રવાત પ્રારંભિક દિવસોમાં ઝડપથી તીવ્ર બન્યું હતું અને તેની સમગ્ર મુસાફરી દરમિયાન તે વધુ શક્તિશાળી બન્યું હતું. ખૂબ જ ગંભીર ચક્રવાત તોફાન વેરી સિરિયસ સાયક્લોનિક સ્ટ્રોમથી તે ગુજરાતના દરિયાકાંઠે પહોંચતી વખતે અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન માં પરિણમ્યું હતું અને પછી વેરી સિરિયસ સાયક્લોનિક સ્ટ્રોમમાં પાછું આવી ગયું હતું. કેટલાંક વર્ષોમાં ચક્રવાત વધુ ગંભીર બની ગયા છે અને હવે છેલ્લાં દાયકાઓની સરખામણીમાં તેની તુલના કરી શકાય એમ નથી.
ADVERTISEMENT