ગુજરાતઃ Cyclone Biparjoyના કારણે હજારો ટ્રકના પૈડા થંભી ગયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

કચ્છઃ ચક્રવાતી તોફાન બિપોરજોયના કારણે ગુજરાતમાં ઘણી અસર પહોંચી જશે તેવું હાલ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ભારે પવન, વરસાદ, દરિયામાં કરંટથી લઈને ઘણી અસરો જોવા મળી રહી છે. આવું ત્યારે થઈ રહ્યું છે જ્યારે ગુજરાતથી હજુ આ તોફાન 400 કિલોમીટર જેટલું અંદાજીત અંતરે પહોંચ્યું છે. આગામી સમયમાં આ વાવાઝોડું ગુજરાતને ટકરાશે ત્યારે તેની અસર કેવી હશે તે વિચારતા જ હચમચી જવાય તેવું છે. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર ચક્રવાતી તોફાન બિપોરજોયના કારણે હજારો ટ્રકોના પૈડા થંભી ગયા છે.

અંબાજી ગબ્બરની રોપ-વે 4 દિવસ બંધઃ Cyclone Biparjoyના કારણે આ તારીખોમાં મુસાફરી પર પ્રતિબંધ

હજારો ટ્રકોનો જાણે વિસામો
કચ્છના કંડલામાં હજારો ટ્રકે જાણે વિસામો નાખ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તોફાનના જોખમને જોતા કચ્છના બંને મુખ્ય પોર્ટ બંધ રહેવાને કારણે ટ્રકને સુરક્ષીત સ્થાને પાર્ક કરી દેવામાં આવી છે. હજારો ટ્રક ચાલકોએ ટ્રક પાર્ક કરીને તેમના માટે બનાવવામાં આવેલા શેલ્ટર હોમમાં જગ્યા લીધી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કચ્છમાં બિપોરજોયની સૌથી વધારે અસર થશે તેવું હાલ અનુમાન છે. જોકે ગુજરાતના ઘણા વિસ્તારોમાં પણ તેની અસર તો થવાની છે, પણ હાલ જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોના દ્રશ્યો જોઈએ તો ભારે ચિંતાનો વિષય લાગી રહ્યો છે. હાલમાં જ ભુજ ખાતે દીવાલ પડી જવાના કારણે બે બાળકોના મોત થયા છે જ્યારે એક બાળક ઈજાગ્રસ્ત થયું છે. પરિવારનું કહેવું છે કે દીવાલ ભારે પવનના કારણે પડી ગઈ છે.

ADVERTISEMENT

(ઈનપુટઃ કૌશિક કાંટેચા, કચ્છ)

    follow whatsapp

    ADVERTISEMENT