So Cute: નાના ભૂલકાઓની રથયાત્રા, નાનું સરસપુર, નાનું જમાલપુર જુઓ ખાસ તસવીરો

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ હિન્દુ સંસ્કતિની પરંપરાગત ઉજવણીને લઈને આવનારી પેઢીમાં તેના મહત્વ અને માહિતી ઓછી થઈ રહી છે તેવું માનવામાં આવે છે. ખાસ તો હિન્દુ સંસ્કૃતિમાં તહેવારોનું અનેરૂં મહત્વ હોય છે અને એમાંય જ્યારે બાળકોને બાળપણમાં શાળાઓમાં જ સંસ્કૃતિના તહેવારની સમજ આપવામાં આવે ત્યારે આવનારી પેઢી પણ તહેવારોની ઉજવણી પરંપરાગત રીતે આગળ વધારી શકે છે. આ ઉદ્દેશ્યથી સંતરામ કેળવણી મંડળ સંચાલિત સંતરામ અંગ્રેજી માધ્યમની સ્કૂલમા આજે રથયાત્રાના તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામા આવી.

ખાસ કરીને અમદાવાદમાં નીકળતી પરંપરાગત રથયાત્રાની ઝાંખી તૈયાર કરીને ભગવાન કેવી રીતે નગરચર્ચા કરવા નિકળે છે, મોસાળુ ક્યા થાય છે, કેવી રીતે થાય છે, સહિતની તમામ બાબતો બાળકોને સ્કૂલમાં જ સમજાવવામાં આવી રહ્યું છે. બાળકો પણ આ ઉજવણી ઉત્સાહભેર કરી રહેલા જોવા મળી રહ્યા છે. આ રથયાત્રાની કેટલીક તસવીરો પણ અમે અહીં દર્શાવી છે. જેને જોતા જ આપને લાગશે કે કેટલું ક્યૂટ છે. નાના જગન્નાથ, નાના બલરામ અને સુભદ્રાજી, નાનું એમનું મોસાળું સરસપુર અને આખીય નાનકડી રથયાત્રા જોવાનો પણ એક અલગ જ આનંદ મળી જાય છે.

ADVERTISEMENT

ભગવાન જગન્નાથનું ભરાયું મામેરુંઃ મામાના ઘર સરસપુરમાં મોટી સંખ્યામાં લોકોએ લીધો ભંડારાનો લાભ

બાળકો નાચી કુદીને લે છે ભાગ
આજે નડિયાદમાં આવેલી શ્રી સંતરામ અંગ્રેજી માધ્યમ શાળામા રથયાત્રાની અનોખી ઉજવણી કરવામા આવી. જેમાં સૌ પ્રથમ શાળાના પરિસરમાં અમદાવાદમાં પરંપરાગત રીતે નિકળતી રથયાત્રાની ઝાંખી તૈયાર કરવામા આવી હતી. બાદમાં સંતરામ મંદિરના મહંત રામદાસ મહારાજ તથા સંત નિર્ગૃણદાસ મહારાજના આશીર્વાદથી રથમાં ભગવાન જગન્નાથ, બહેન સુભધ્રા અને ભાઈ બલરામને બીરાજીત કરાય છે. ત્યાર બાદ મંદિરના મહારાજ અને ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ એવા લાલજી ભગવાનને બીરાજીત કરી શાસ્ત્રોક વિધિથી ભગવાનની રથયાત્રા નિકળે છે અને શાળાના વિદ્યાર્થીઓ બ્રાહ્મણોની ઉપસ્થિતીમાં રથયાત્રા શાળામાં પ્રવેશ કરે છે. ત્યારે શાળાના પ્રાથમિક વિભાગથી લઈ માધ્યમિક વિભાગના બાળકોને આ રથયાત્રા બતાવવા માટે શાળા પરિસરમાં લાવવામાં આવે છે. અને તમામ બાળકો જાણે ખરેખર અમદાવાદ ભગવાન જગન્નાથની રથયાત્રામાં શામેલ થયા હોય એ રીતે હર્ષોલ્લાસ સાથે નાચી કુદીને રથયાત્રાનો આનંદ માણે છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

આ અંગે શાળાના આચાર્ય દિપ્તીબેન બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર , આપણા સમાજમાં ધીરે ધીરે હિન્દુ સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે. તો અમારી શાળા નો આ એક પ્રયત્ન છે કે, શાળાના વિદ્યાર્થીઓ આપણા દરેક હિન્દુ તહેવારથી વાકેફ થાય. એટલા માટે અમે દરેક હિન્દુ તહેવારો હર્ષોલ્લાસ સાથે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવે છે. અને દર વર્ષે આવી જ રીતે દરેક ધાર્મિક જે હિન્દુ તહેવારો છે તેની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીમાં શાળાના તમામ શિક્ષકગણ સહિતનો સ્ટાફ જોડાય છે. અને બાળકોને તહેવારનું મહત્વ સમજાવાય છે.

બાબા બાગેશ્વરના ટેબ્લાનું અમદાવાદની રથયાત્રામાં આકર્ષણઃ Rath Yatra 2023

રથયાત્રામાં કેમ પ્રસાદમાં અપાય છે ફણગાવેલા મગ?: Rath Yatra 2023

    follow whatsapp

    ADVERTISEMENT