હદ છે! બાલાજી વેફરના પેકેટમાંથી તળેલો દેડકો નીકળ્યો, કસ્ટમર કેરમાં ફોન કરતા મળ્યો ઉડાઉ જવાબ
Jamnagar News: બહારથી ખાણી-પીણીની વસ્તુઓમાં બેદરકારીના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ક્યારેક આઈસક્રિમમાં તો ક્યારેક ફૂડ પેકેટ્સમાં જીવાંત મળી રહી છે. ત્યારે હવે જાણીતી નમકીન કંપનીના વેફરના પેકેટમાંથી મરેલો દેડકો મળી આવતા હોબાળો મચી ગયો છે.
ADVERTISEMENT
Jamnagar News: બહારથી ખાણી-પીણીની વસ્તુઓમાં બેદરકારીના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ક્યારેક આઈસક્રિમમાં તો ક્યારેક ફૂડ પેકેટ્સમાં જીવાંત મળી રહી છે. ત્યારે હવે જાણીતી નમકીન કંપનીના વેફરના પેકેટમાંથી મરેલો દેડકો મળી આવતા હોબાળો મચી ગયો છે.
ગ્રાહકે સ્ટોરમાંથી વેફરનું પેકેટ ખરીદ્યું હતું
હકીકતમાં જામનગરમાં એક ગ્રાહકે પ્રોવિઝન સ્ટોરમાંથી બાલાજી ક્રન્ચ નામની વેફર ખરીદી હતી. જોકે વેફરનું પેકેટ તોડ્યા બાદ બાળકી વેફર ખાઈ રહી હતી, જોકે અચાનક અંદરથી મરેલો દેડકો નીકળ્યો હતો. જે બાદ ગ્રાહકે દુકાનદારનું ધ્યાન દોર્યું હતું. જોકે દુકાનદારે ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં જાણ કરવાનું કહેવા ગ્રાહકે બાલાજી વેફર્સના ગ્રાહક સુરક્ષા કેન્દ્રનો સંપર્ક કર્યો હતો. પરંતુ કોઈ સંતોષકારક જવાબ ન મળતા તેણે જામનગર કોર્પોરેશનની ફૂડ શાખાનો સંપર્ક કર્યો હતો. જે બાદ પાલિકાની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને વેફર્સના પેકેટને સીલ કર્યું હતું. ફૂડ શાખા દ્વારા વેફરના વિવિધ નમૂના લઈને તેને લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા.
કસ્ટમર કેરમાં ફોન કરતા શું જવાબ મળ્યો?
ગ્રાહકે જણાવ્યું કે, 'કસ્ટમર કેરમાં ફોન કરતા મેડમે કહ્યું- તમારે તમારી રીતે જે કરવું હોય એ કરો, અમારે તો આવા કેસ આવ્યા રાખે.' ખાસ છે કે બાલાજી ખૂબ મોટી નમકીન કંપની છે અને હજારો-લાખો લોકો તેના ફૂડ પેકેટ્સનું રોજિંદા સેવન કરતા હોય છે. એવામાં બાલાજીના વેફરમાં આ પ્રકારે દેડકો આવતા મોટી બેદરકારી સામે આવી છે.
ADVERTISEMENT
આઈસક્રિમમાંથી કાનખજૂરો મળ્યો હતો
નોંધનીય છે કે, આ પહેલીવાર નથી જ્યારે આ પ્રકારની ઘટના સામે આવી હોય. અગાઉ નોઈડામાં અમૂલ આઈસક્રિમમાંથી મહિલાને મરેલો કાનખજૂરો મળ્યો હતો. મુંબઈમાં ડોક્ટરે ઓનલાઈન મગાવેલા બટરસ્કોચ આઈસક્રિમમાંથી માણસની આંગળી મળી હતી.
(ઈનપુટ: દર્શન ઠક્કર, જામનગર)
ADVERTISEMENT
ADVERTISEMENT