જાગતા રહો કારણ કે પોલીસ રજા પર છે! આખુ પોલીસ સ્ટેશન ભગવાન ભરોસે હતું ને આરોપીનું મોત થયું

ADVERTISEMENT

Custodial death in Mehsana
Custodial death in Mehsana
social share
google news

કામિની આચાર્ય/મહેસાણા : પ્રોહિબિશનના ગુનામાં ગુરુવારે ધરપકડ કરી સતલાસણા પોલીસ સ્ટેશનમાં લઈ જવાયેલા 50 વર્ષના આધેડે લોકઅપમાં દોરી વડે ટુપો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. આ ઘટના ઘટનાએ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓનો કાફલો વડનગર સિવિલમાં પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સતલાસણા તાલુકાના તનેડીયા ગામના 50 વર્ષના કરવાથી તખાજી ઠાકોર સામે ગુનો દાખલ કરી ગુરુવારે ધરપકડ કરાઈ હતી. ધરપકડ બાદ તેને લોકઅપમાં મૂક્યાના થોડા સમય બાદ પોતાના ખિસ્સામાં રહેલી દોરી વડે ગળે ટુપો ખાઇને આપઘાત કરી લેવાની ઘટનાએ ચકચાર જગાવી છે.

Dy.SP ને પુછવામાં આવતા ગોળગોળ જવાબ
આ અંગે વિસનગર ડીવાયએસપી ચૌહાણે જણાવ્યું હતું કે, સતલાસણા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથની ઘટના સામે આવી છે. પ્રોવિઝનના ગુનાનો આરોપી લોકઅપમાં જ આપઘાત કરી લીધો છે. જો કે હાલ અમારી પાસે પણ પ્રાથમિક માહિતી છે. સ્થળ પર પહોંચ્યા બાદ જ વિગતે માહિતી મળી શકે. સતલાસણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના કથિત આરોપીએ ગળે ટુપો ખાઈ આપઘાત કરવાની ઘટના બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. પહેલાથી જ બદનામ પોલીસની યશકલગીમાં વધારે એક છોગુ ઉમેરાયું છે. કથિત આત્મહત્યા કરનાર કડવાજીને જ્યારે લોક-કપમાં મૂક્યા ત્યારે જડતી લેવાઈ હતી કે કેમ? જડતી લીધી હતી તો પછી તેના ખિસ્સામાંથી દોરી ક્યાંથી આવી? આ આપઘાત જ છે કે લોકઅપમાં તેની હત્યા કરી દેવાઇ છે જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. મળતી માહિતી અનુસાર તખાજીનુ કસ્ટડીમાં જ મોત થઈ ગયું હતું અને વડનગર સિવિલમાં લઈ ગયા બાદ તબીબોએ પણ તેને મૃત જાહેર કર્યા હતા. સવારે પેનલ તબિબો દ્વારા પણ પીએમ કરવામાં આવશે.

સતલાસણા પોલીસ સ્ટેશનમાં ચાર્જ કોની પાસે તે જ કોઈને ખબર નથી
સતલાસણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એસ આર ચૌધરી હાલમાં રજા પર હતા અને તેમનો ચાર્જ પી એસ આઇ પુનિયાને આપવામાં આવ્યો હતો. જો કે મહિલા પીએસઆઇ પુનિયા પણ રજા ઉપર જતા રહ્યા હતા. જો કે ચાર્જ કોની પાસેથી છે તે કોઈને ખબર નહોતી.જો કે ડીવાયએસપીને આ અંગે પુછવામાં આવતા તેણે પણ ગોળ ગોળ જવાબ આપ્યા હતા. પ્રોહિબિશનનો આરોપી મરી જવાની ઘટનામાં પોલીસ એકબીજાને ખો આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

ADVERTISEMENT

કથિત આરોપીને સતલાસતા નહિ અને વડનગર પોલીસ સ્ટેશન કેમ લઈ જવાયો
સતલાસણા પોલીસ સ્ટેશનની અંદર કથિત આરોપીની તબિયત બગડી ત્યારે અને પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર આવેલ સતલાસણા સીએચસીમાં લઈ જવાના બદલે વડનગર હોસ્પિટલમાં લઈ જવાના મુદ્દાએ તર્ક વિતર્ક સર્જ્યા છે. કહેવાય છે કે, કથિત આરોપી પોલીસ સ્ટેશનમાં જ મૃત્યુ પામી હોવા છતાં તેને સિવિલમાં લઈ જવાનું પોલીસે નાટક કરવા પાછળનું કારણ શું તે સવાલ ઉઠ્યો છે.

પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા ભાંડો ફોડી શકે છે
કથિત આરોપીનું સતલાસણા પોલીસ સ્ટેશનમાં કસ્ટડીની અંદર મોત થયું છે કે કેમ તેની સાચી હકીકત અહીં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે જાણી શકાય. ચર્ચા એવી છે કે કસ્ટડીમાં જ કથિત આરોપીનું મોત થયું છે તે તેની પાછળનું કારણ શું તે તપાસનો મુદ્દો બન્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT