જામનગરમાં પાટીદાર સમાજના સન્માન સમારોહમાં કરોડો રૂપિયાના દાનનો દરિયો થયો વહેતો

ADVERTISEMENT

gujarattak
social share
google news

દર્શન ઠકકર, જામનગર: લેઉવા પટેલ સેવા સમાજ જામનગર દ્વારા સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 60 હજારથી વધુ જ્ઞાતિબંધુઓએ સમુહ ભોજનનો આનંદ માણ્યો હતો. જ્યારે લેઉવા પટેલ સેવા સમાજ જામનગરમાં જ્ઞાતિના રાજકીય મહાનુભાવો અને દાતાઓનું સન્માન સમારોહ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મિનિટોમાં જ દાતાઓએ કરોડો રૂપીનાનું દાન કરી દીધું હતું.

જામનગર ખાતે લેઉવા પટેલ સેવા સમાજ જામનગર દ્વારા આજરોજ સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાતાઓએ મિનિટોમાં જ કરોડો રૂપિયાનું દાન એકઠું કરી દીધું હતું. જેમાં  લેઉવા પટેલ સમાજમાં ગંગદાસભાઈ માવજીભાઈ કાછડીયા, રમેશભાઈ શામજીભાઈ રાબડીયા અમેરિકા (સીયેટલ) 1,11,11,111 કરોડનું દાન કરવામાં આવ્યું હતું. તેમજ 55 લાખ જેટલું અનુદાન વિરજીભાઈ પોપટભાઈ હિરપરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત  25 લાખથી વધુ રૂપિયાનું દાન જીતુભાઈ કમાણી દ્વારા કરવામાં આવ્યું હતું.  જ્યારે શ્રી લેઉવા પટેલ સમાજ જામનગરમાં 9 કરોડથી વધુ રકમનું દાન લેઉવા પટેલ સમાજને મળ્યું હતું.

 મહાનુભવોનું  કરાયું સન્માન
જામનગરમાં લેઉવા પટલ સમાજ દ્વારા જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પટેલ સમાજ દ્વારા વિવિધ સમાજ ઉપયોગી વિકાસ માટે આ દાન  લેવામાં આવ્યું હતું જેમાં મિનિટોમાંજ સમાજના લોકોએ કરોડોનું દાન કર્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં  જ્ઞાતિના રાજકીય મહાનુભવોનું સન્માન કરવામાં આવ્યું હતું.  જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને પૂર્વ કેબિનેટ મંત્રી આરસી ફળદુનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે દાતાઓનું અને સમાજના શ્રેષ્ટીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.  સમૂહ ભોજનમાં 60 હજારથી વધુ જ્ઞાતિ બંધુઓએ સમૂહ ભોજન કર્યું હતું.

ADVERTISEMENT

આ પણ વાંચો: અન્ય રાજ્યમાં નિયમો તોડતા ચેતી જજો, એક દેશ એક ચલણ યોજનાથી મેમો સીધો ઘરે આવશે!

વેબસાઇટ લોન્ચ કરવામાં આવી
લેઉવા પટેલ સમાજ જામનગરના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી વગેરે મહાનુભવોના હસ્તે લેવા પટેલ સમાજ માટે અલ્ટ્રા મોર્ડન અને બહુ ઉપયોગી એક તેમજ વેબસાઈટનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT