BSFએ જખૌ કિનારેથી એક કિલો ચરસ જપ્ત: બિનવારસી હાલતમાં મળ્યું ચરસ
કચ્છ: ભારત-પાકિસ્તાન સરહદ પર તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ ગુજરાતના ભુજ જિલ્લામાં જખૌ કિનારેથી એક કિલો ચરસ જપ્ત કર્યું છે. નિર્જન લુના બેટમાંથી આ…
ADVERTISEMENT
કચ્છ: ભારત-પાકિસ્તાન સરહદ પર તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ ગુજરાતના ભુજ જિલ્લામાં જખૌ કિનારેથી એક કિલો ચરસ જપ્ત કર્યું છે. નિર્જન લુના બેટમાંથી આ ચરસ મળી આવી હતી. બિનવારસી હાલતમાં મળી આવેલા આ પેકેટને લઈને હવે તપાસનો દૌર શરૂ થયો છે. અગાઉ પણ સરહદી વિસ્તારમાંથી આવા ઘણા પેકેટ્સ મળી આવવાની ઘટાઓ બની ચુકી છે.
ચરસના પેકેટ પર ‘અફઘાન પ્રોડક્ટ’ લખેલું
બીએસએફના અધિકારીઓએ જણાવ્યું કે લુના બેટ જખૌ તટથી લગભગ 12 કિલોમીટર દૂર છે. બીએસએફની ટુકડી ગુરુવારે દરિયાકાંઠે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને લુના બેટમાંથી એક શંકાસ્પદ પેકેટ મળ્યું હતું. જ્યારે પેકેટ ખોલવામાં આવ્યું તો તેમાં ચરસ ભરેલું જણાયું હતું.
જન્મ દિવસે હાર્ટ એટેકઃ રાજકોટની મહિલાને હૃદયરોગનો હુમલો
ચરસના પેકેટ પર “અફઘાન પ્રોડક્ટ” લખેલું હતું. આ પેકેટ અગાઉ રિકવર થયેલા ચરસ પેકેટ જેવું જ છે. એપ્રિલ 2023 ના મધ્યથી અત્યાર સુધીમાં, જખૌ કિનારેથી આવી રીતે ચરસના 30 પેકેટ મળી આવ્યા છે. ચરસ મળી આવ્યા બાદ બીએસએફે પોલીસને જાણ કરી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. બીએસએફ દ્વારા જખૌ કાંઠાના જુદા જુદા વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. બીએસએફનું કહેવું છે કે તે તસ્કરોને કોઈપણ કિંમતે રોકવા માટે મક્કમ છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ કૌશિક કાંટેચા, કચ્છ)
ADVERTISEMENT