મહિસાગરઃ સુજલામ સુફલામ કેનાલમાં બે યુવકો ડૂબ્યા એક સલામત મળ્યો પણ અન્ય યુવક નહીં
મહિસાગરઃ વિરપુરના ગંધારી ગામની નજીકથી વહેતી સુજલામ સુફલામ કેનાલમાં બે યુવકો ડૂબી ગયાના સમાચારથી ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા ગ્રામ જનો પણ…
ADVERTISEMENT
મહિસાગરઃ વિરપુરના ગંધારી ગામની નજીકથી વહેતી સુજલામ સુફલામ કેનાલમાં બે યુવકો ડૂબી ગયાના સમાચારથી ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા ગ્રામ જનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. તે દરમિયાન સ્થાનિીક તરવૈયાઓએ ત્વરિત એક્શન લઈને બંને યુવકોની પાણીમાં શોધખોળ શરૂ કરી હતી. તરવૈયાઓની મહેનતે આખરે એક યુવક સહી સલામત મળી આવ્યો હતો. જ્યારે એક યુવકની શોધખોળ સતત કરવા છતા તે મળી રહ્યો નથી.
લોકસભાની ચૂંટણી પહેલા છોટુ વસાવા એકશન મોડમાં, BTP ને લઈ કરી મોટી જાહેરાત
જાણ થતા પોલીસ અને મામલતદાર પણ દોડી આવ્યા
મહિસાગર જિલ્લામાં પાણીમાં વ્યક્તિ ડૂબી જવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. આજે શનિવારે વિરપુરના ગંધારી ગામ પાસે આવેલી સુજલામ સુફલામ કેનાલમાં બે યુવકો ડૂબી ગયા હતા. સ્થાનિક લોકોને આ અંગેની જાણ થતા તેઓ તુરંત કેનાલ પાસે દોડી આવ્યા હતા. આ દરમિયાન સ્થાનિક તરવૈયાઓએ જરા પણ વાર ન કરતા પાણીમાં કુદીને યુવકોને બચાવવા મથામણ શરૂ કરી દીધી હતી. જોકે દરમિયાન સતત શોધખોળ કરતાં એક યુવક મળી આવ્યો હતો. જે યુવકને સલામત બહાર કાઢી લેવામાં આવ્યો હતો. સ્થાનિક તરવૈયાઓએ આ ઉપરાંત અન્ય એક યુવકને પણ શોધવાની તજવીજ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા વિરપુર મામલતદાર અને પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો. જોકે હાલ આ લખાય છે ત્યાં સુધીની જાણકારી પ્રમાણે હજુ બીજા યુવકની કોઈ જાણકારી મળી આવી નથી.
(વીથ ઈનપુટઃ વીરેન જોશી, મહિસાગર)
ADVERTISEMENT
ADVERTISEMENT