અમદાવાદઃ 20 દિવસ પહેલા જ પ્રેમ થયો, સંબંધ બંધાયા, લવ જેહાદમાં પતિને રહેંસી નાખ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ફાસ્ટ જનરેશનનો પ્રેમ, ફીઝિકલ રિલેશન અને ગુનાખોરી પણ જાણે ફાસ્ટ થતી જતી હોય તેવી ઘટના જોવા મળી છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં બનેલી આ હત્યાની ઘટનામાં માત્ર 20 દિવસ પહેલા જ પ્રેમ થયો, તે દરમિયાનમાં શરીર સંબંધ પણ બંધાઈ ગયો, સાથે જ આ દરમિયાનમાં પતિની હત્યા પણ. 5 વર્ષના સંતાનની માતા અને તેના પ્રેમીએ પતિને રહેંશી નાખ્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. પોલીસે આ ઘટનાની તપાસ દરમિયાન શું મેળવ્યું આવો જાણીએ.

શેરીમાં રમતી બાળકી પર કૂતરાએ હૂમલો કર્યો, બચાવવા આવેલા મહિલાને પણ ભર્યું બચકું

પતિને જાણ થતા આપી ધમકી
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં લવ જેહાદના મામલામાં એક યુવકની ગળુ કાપીને હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. અહીં ગુજરાત હાઉસિંહ બોર્ડમાં રહેતા મહેશ ઉર્ફે મયુર ગોબરભાઈ પટેલ નામના વ્યક્તિના લગ્ન મિરલ ઉર્ફે મીરા સાથે થયા હતા અને લગ્ન જીવન દરમિયાન તેમને એક પુત્ર પણ છે જે આજે 5 વર્ષનો છે. દસેક દિવસ પહેલા મિરલ પોતાના પતિ મહેશ અને પુત્રને મુકીને અહીં નજીકમાં આવેલા કઠવાડા વિસ્તારમાં રહેતા અનસ ઉર્ફે લાલો મંસુરી સાથે ફરવા જતી રહી. પતિને જાણ થતા તેમણે પતિ મહેશને ધમકાવ્યો હતો કે જો કોઈને કહીશ આ સંબંધ વિશે તો મારી નાખીશું અને તેવું જ થયું.

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસ બાદ અદાણીએ CNG માં ઝીંક્યો ભાવ વધારો

બહેનપણીએ શું ભાગ ભજવ્યો
અનશની મિત્ર પણ આ સમગ્ર બાબતમાં એક કડી રૂપ રોલ ભજવી ગઈ છે. અનશની એક મિત્ર છે જેનું નામ ખુશી છે. તેણે જ મિરલ અને અનશની મુલાકાત કરાવી હતી. હમણાં વીસેક દિવસ પહેલા જ તેઓ મળ્યા હતા અને તે દરમિયાનમાં બંને વચ્ચે પ્રેમ થયો હતો. પ્રેમ પછી બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા. અનશ અને મિરલને હવે એક બીજા જોડે લગ્ન પણ કરવા હતા. જોકે મહેશ જીવતો હતો ત્યાં સુધી આ શખ્ય બને તેમ તેમને લાગ્યું નહીં. જેથી અનશે મિરલ અને ખુશીની સાથે મળીને આ જ વીસેક દિવસના ગળામાં મહેશની હત્યા કરવાનું પણ કાવતરું ઘડ્યું હતું.

ADVERTISEMENT

રમત ગમત ક્ષેત્રે જાગૃતિ લાવવા અનોખી પહેલ, પોલીસ હેડ ક્વાર્ટરમાં ચિત્રનગરીનું આયોજન

પોલીસે આગવી પુછપરછ કરતાં વટાણાં વેરી નાખ્યા
મહેશે મિરલ અને અનશ વચ્ચેના સંબંધોની વાત પોતાના પિતા ગોબરભાઈને કરી હતી. જે પછી મહેશ અચાનક ગુમ થઈ ગયો. મહેશ ક્યાં છે તેની શોધખોળ પછી પણ કાંઈ જાણકારી નહીં મળતા પરિવારે આ મામલે કૃષ્ણનગર પોલીસમાં જાણ કરી હતી. પોલીસે તુરંત કાર્યવાહી કરીને તપાસ કરી અને અનશ તથા મિરલની અટકાયત કરીને તેમની પુછપરછ શરૂ કરી. જોકે દરેક વખતે ગુનાઓમાં થાય તેવું પહેલા તો સીધી રીતે જવાબ ન મળ્યા પરંતુ પોલીસની આગવી પુછપરછમાં બંનેએ વટાણા વેરી નાખ્યા અને કહ્યું કે અમે મહેશને તિક્ષણ હથિયારથી ગળુ કાપી હત્યા કરીને તેની લાશ કઠવાડામાં આવેલા ખેતરના કૂવામાં ફેંકી દીધી છે. મતલબ કે તેમણે જે ધમકી આપી હતી તેવું જ થયું. ધારદાર ચાકુ વડે પતિની હત્યા અને સંતાનને એકલવાયું મુકી દેનારી માતા સામે હાલ વિસ્તારમાં ફીટકાર વરસ્યો છે. પોલીસે ઘટનાની વધુ કાર્યવાહી હાથ ધરતા લાશ કબજે કરી પોસ્ટ મોર્ટમની વિધિ ઉપરાંત બંનેની ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગવાની તજવીજ હાથ ધરી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT