અમદાવાદઃ જીવરાજ મહેતા હોસ્પિટલ પાસે હિટ એન્ડ રનની ઘટના, 1 વ્યક્તિનું મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદના જીવરાજ મહેતા હોસ્પિટલ પાસેના વિસ્તારની આજે વહેલી સવાર જ જાણે માઠા સમાચારથી બની હતી. આ વિસ્તારમાં આજે વહેલી સવારે એક હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સવારે ન માત્ર આ એક વ્યક્તિ પરંતુ આ ભાગી ગયેલા વાહને અહીં અન્ય ત્રણ વાહનોને ટક્કર મારી હતી. જોકે આ ઘટનામાં કરુણ બાબત એ હતી કે અન્ય વ્યક્તિઓને ટક્કર વાગતા તેમને બચાવવા ગયેલા વ્યક્તિનું જ મોત થઈ ગયું હોવાની વિગતો સામે આવી છે. ઘટનાની જાણ થતા સ્થાનીક પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી આ વાહન ચાલકની તપાસ હાથ ધરી છે.

ભાઈજાનને મળવા માટે ફેન પગપાળા મુંબઈ જશે, 260 KM અંતર કાપશે

પોલીસે શરૂ કરી તપાસ
અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલી જીવરાજ મહેતા હોસ્પિટલ પાસે આજે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. હોસ્પિટલ નજીકના ત્રણ રસ્તા પાસે એક વાહને ત્રણ વ્યક્તિને અડફેટે લેતા અરવિંદભાઈ નામના વ્યક્તિ તેમને બચાવવા દોડ્યા હતા. આ દરમિયાન અરવિંદભાઈને પણ ટક્કર વાગી હતી અને તેમનું મોત નિપજ્યું હતું. જાણકારી હાલ એવી મળી રહી છે કે રેતી ખનન મામલે અંગત અદાવતો પણ તેમની સામે હતી. જોકે આ અંગે હજુ કાર્યવાહીની શરૂઆત થઈ છે ત્યારે પોલીસ આગામી સમયમાં આ ઘટના પર વધુ પ્રકાશ પાડશે. હાલની વાત કરીએ તો હાલ પોલીસે તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ વાહન ચાલકની પણ તપાસ શરૂ કરી છે.

ગૌતમ અદાણી માદરે વતન બનાસકાંઠામાં, બોલ્યાં- કોલેજ સુધી ભણ્યો હોત તો… જાણો પહેલા પગાર વિશે શું કહ્યું

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT