અમદાવાદના અટલ બ્રિજમાં 1000 કિલો વજન ખમી શકવાનો દાવો કરાયેલા કાચમાં 7 મહિનામાં તિરાડ પડી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલા અટલ ફૂટ ઓવરબ્રિજ વચ્ચે લગાવવામાં આવેલા કાચમાં તિરાડ પડવાનો મામલો સામે આવ્યો છે. બ્રિજની વચ્ચે લગાવેલા કાચમાંથી મુલાકાતી સીધા જ નદીમાં જોઈ શકે છે, ત્યારે આ કાચમાં તિરાડ પડતા હવે તે જીવલેણ સાબિત ન થાય એટલા માટે સલામતીના ભાગ રૂપે સાબરતમી ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા તેની આસપાસ બેરીકેડ કરીને તેના ઉપર કોર્ડન કરી દેવામાં આવ્યું છે.

7 મહિના અગાઉ કરાયું હતું બ્રિજનું ઉદ્ઘાટન
ખાસ વાત છે કે, અમદાવાદમાં આવેલા અટલ ફૂટ ઓવરબ્રિજનું ઉદ્ધાટન 7 મહિના અગાઉ જ કરવામાં આવ્યું હતું. રૂ.74 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજનું PM મોદીએ ઓગસ્ટ મહિનામાં લોકાર્પણ કર્યું હતું. જે બાદ રોજના હજારોની સંખ્યામાં મુલાકાતીઓ આવતા હતા.

ADVERTISEMENT

1000 કિલો વજન ખમી શકવાનો કરાયો હતો દાવો
નોંધનીય છે કે, અટલ બ્રિજને પતંગ જેવો શેપ આપવામાં આવ્યો હતો. 300 મીટર લાંબો બ્રિજ 4 પીલ્લરના સપોર્ટ પર ઊભેલો છે અને તેમાં નદીનું પાણી જોઈ શકાય તે માટે વચ્ચે કાચ લગાવવામાં આવ્યા છે. આ કાચ માટે દાવો કરવામાં આવ્યો હતો કે તે 1000 કિલો જેટલું વજન પણ ખમી શકે છે. જોકે આ કાચને 7 મહિનામાં જ બેરિકેડ મૂકીને કોર્ડન કરવા પડ્યા છે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT