રાજપીપળા કમલમનું લોકાર્પણ કરવા પહોંચેલા CR પાટીલ ભડક્યા, તાત્કાલિક સ્ટેજ પરથી હટાવડાવી ખુરશી

ADVERTISEMENT

CR Patil
જાહેરસભામાં ખુરશી જોઈને ભડક્યા CR પાટીલ
social share
google news

Narmada News: નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ભાજપનું નવું કાર્યાલય કમલમ બનાવવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ કરવા માટે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પહોંચ્યા હતા. આ દરમિયાન જાહેરસભામાં સ્ટેજ પર પોતાના માટે અલગ મુકેલી ખુરશી જોઈને તેઓ ભડક્યા હતા. જે બાદ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે સ્ટેજ પરથી પોતાના માટે મુકેલી અલગ ખુરશીને તાત્કાલિક હટાવડાવી હતી અને અન્ય આગેવાનો માટે મુકેલા સોફા પર બધાની સાથે જ બેઠા હતા. 

અલગથી મુકેલી ખુરશી હટાવડાવી

નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે 6 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન કમલમ કાર્યાલય બનાવવામાં આવ્યું છે. આ કાર્યાલયના લોકાર્પણ માટે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ રાજપીપળા ખાતે પહોંચ્યા હતા.  જ્યાં એક જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર સભાના સ્ટેજ પર પહોંચતા જ પોતાના માટે અલગથી મુકેલી ખુરશી જોઈને સી.આર પાટીલ ભડક્યા હતા. જે બાદ તેઓએ તાત્કાલિક આ ખુરશી હટાવડાવી હતી અને સ્ટેજ પર મુકેલા સોફા પર નર્મદા જિલ્લાના અન્ય આગેવાનોની સાથે જ બેઠા હતા. 

 

આ પણ વાંચો

ADVERTISEMENT

સી.આર પાટીલના કરી રહ્યા છે વખાણ

સી.આર પાટીલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે બાદ ભાજપના કાર્યકરો સી.આર પાટીલના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે સી.આર પાટીલ દરેક કાર્યકરોને સાથે લઈને ચાલવામાં માને છે. તેઓ બધાની સાથે બેસવામાં માનનાર વ્યક્તિ છે. તેઓ દરેક કાર્યકરને એકસમાન જ માને છે, કોઈને નાના કે મોટા માનતા નથી.

    follow whatsapp

    ADVERTISEMENT