‘મુખ્યમંત્રીને મેં તેમના પત્નીથી ડરતા જોયા છું, હું પણ મારી પત્નીથી ડરું છું’, પાટીલ સ્ટેજ પરથી કેમ આવું બોલ્યા?
Gir Somnath News: ગીર સોમનાથ ખાતે એક હોસ્પિટલના ઓપનિંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પણ ઉપસ્થિત…
ADVERTISEMENT
Gir Somnath News: ગીર સોમનાથ ખાતે એક હોસ્પિટલના ઓપનિંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેજ પર તેમની સાથે માયાભાઈ આહિર પણ હતા. દરમિયાન સી.આર પાટીલે પોતે અને મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ પોતાના પત્નીથી ડરતા હોવાનો સ્ટેજ પરથી સ્વીકાર કર્યો હતો.
પાટીલે સ્ટેજ પરથી વાત કરી અને બધા હસવા લાગ્યા
સી.આર પાટીલે સ્ટેજ પરથી માયાભાઈ આહીરને લઈને કહ્યું કે, તેઓ પોતાની પત્નીને સ્ટેજ પર બોલાવતા ડરે છે. હકીકતમાં દરેક પુરુષ પોતાની પત્નીથી ડરે છે. મુખ્યમંત્રીને ડરતા પણ મેં જોયા છે, હું પણ મારી પત્નીથી ડરું છું. સ્ટેજ પર ભાજપ પ્રદેશ પ્રમુખના આ મસ્તીભર્યા હળવા અંદાજથી ખૂદ મુખ્યમંત્રી સ્ટેજ પર ખળખળાટ હસી પડ્યા હતા. પહેલીવાર જાહેર કાર્યક્રમમાં સી.આર પાટીલ આવા મસ્તીભર્યા અંદાજમાં જોવા મળ્યા હતા. જેમાં કાર્યકર્તાઓનો ક્લાસ લેતા દરમિયાન મજાક કરતા બધાને હસાવ્યા હતા.
કાર્યક્રમમાં સી.આર પાટીલે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરને લઈને પણ મોટું નિવેદન આપ્યું હતું. પાટીલે અંબરીશ ડેરને પોતાના મિત્ર ગણાવ્યા અને કહ્યું કે, મેં બસમાં રૂમાલ મૂકી રાખ્યો હતો પરંતુ અમરીશ ભાઈ પહોંચી ન શક્યા. ચિંતા ન કરશો હું તેમને લઈને આવીશ. સી.આર પાટીલના આ નિવેદન બાદ શું કોંગ્રેસના વધુ એક નેતા ભાજપમાં જઈ રહ્યા છે? તેવી ચર્ચા શરૂ થઈ છે. જોકે અમરીશ ડેર પાટીલના આ નિવેદન પર શું પ્રતિક્રિયા આપે છે તે જોવાનું રહેશે.
ADVERTISEMENT
(ઈનપુટ: ભાર્ગવી જોશી)
ADVERTISEMENT
ADVERTISEMENT