ગાયે 6 વર્ષની બાળકીને શિંગડે ચડાવીને ઢસડી, લોકોમાં ભારે આક્રોશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભરૂચ : જંબુસરમાં શાળાએથી ઘરે પરત ફરી રહેલી 6 વર્ષીય માસુમ બાળકીને ઘર આંગણે જ એક ગાયે અડફેટે લીધી હતી. રખડતા ઢોરે બાળકીને શિંગડે ચડાવીને પહેલા ઉપર નીચે ફંગોળી હતી ત્યાર બાદ રોડ પર જ ઘસડી હતી. જો કે આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જો કે સદભાગ્યે બાળકીને કોઇ વધારે ઇજા પહોંચી નહોતી. સામાન્ય ઇજા પહોંચી હતી.

જંબુસરમાં રખડતા ઢોરનો ત્રાથી લોકો ત્રાહીમામ
જંબુસરમાં રખડતા ઢોરના ત્રાસથી વાહનચાલકો પહેલાથી જ પરેશાન છે. ગત્તરોજ સાંજે પશ્ચિમ જંબુસરમાં પિશાચ મહાદેવ રોડ પર હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં યોગેશભાઇની 6 વર્ષીય પુત્રી વૃષ્ટિ શાળાએથી ઘરે પરત ફરી રહી હતી. અચાનક રખડતી એક ગાયે બાળકીને પાછળથી આવીને શિંગડુ ભરાવ્યું હતું. જેના પગલે બાળકીનો થેલો શિંગડામાં ભરાઇ જતા બાળકીને ગાયે હવામાં ફંગોળી હતી. ત્યાર બાદ નીચે પછાડીને ઘસડી હતી. જો કે સદભાગ્યે બાળકીનો થેલો શિંગડામાંથી નિકળી જતા બાળકીનો આબાદ બચાવ થઇ ગયો હતો. ગાઇ પણ ચાલતી થઇ હતી.

ADVERTISEMENT

સ્થાનિક લોકોમાં ભાજપ સરકાર અને તંત્ર સામે ભારે આક્રોશ
જો કે આ ઘટનાને પગલે 8 થી 10 અન્ય બાળકો પણ ગભરાઇએ આગળ દોડવા લાગ્યા હતા. જો કે ગાયે શિંગડુ છોડાવીને તે બાળકોની પાછળ ભાગી હતી. જો કે તે બાળકો બચી ગયા હતા. આ ઘટના બાદ લોકોમાં સરકાર અને તંત્ર સામે ભારે આક્રોશ છે. લોકો સરકાર હવે કડક કાયદો લાવે તેવી માંગ કરી રહ્યા છે. રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક લોકો ઘાયલ થયા છે તેમ છતા સરકાર હજી સુધી કોઇ પગલા નથી ઉઠાવી રહી.

    follow whatsapp

    ADVERTISEMENT