અરવલ્લીની આ ઘટના CCTVમાં કેદ ના થઈ હોત તો ગાયનો જ વાંક નીકળતો, યુવકને લાતોથી કેમ ફરી વળી જુઓ
અરવલ્લીઃ અરવલ્લીમાં એક યુવકને ગાયને પરેશાન કરવી ભારે પડી ગઈ છે. આ યુવક પર ગાય ફરી વળતા તેને હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરવો પડ્યો છે.…
ADVERTISEMENT
અરવલ્લીઃ અરવલ્લીમાં એક યુવકને ગાયને પરેશાન કરવી ભારે પડી ગઈ છે. આ યુવક પર ગાય ફરી વળતા તેને હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ કરવો પડ્યો છે. સમગ્ર ઘટના જો સીસીટીવીમાં કેદ ના થઈ હોત તો કદાચ અબોલ પ્રાણીનો જ વાંક સામે આવી શકે તેમ હતો. અહીં એક સીસીટીવી સામે આવ્યા છે તે દર્શાવ્યા છે. જોકે સીસીટીવી અધૂરા હોય તેવું દેખાઈ રહ્યું છે પરંતુ ઘટના જેટલી આ સીસીટીવીમાં દેખાઈ રહી છે તેને જોતા યુવકે ગાયને પરેશાન કર્યા પછી વિફરેલી ગાયે જાણે બદલો લીધો હોય તેવો ઘાટ ઘડાયો હોવાનું દેખાય છે. આ સીસીટીવી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતેના હોવાનું સામે આવ્યું છે.
બિપોરજોય વાવાઝોડાની અતિ ગંભીર સ્થિતિ જોતાં હર્ષ સંઘવીની દ્વારકામાં સંયુક્ત મિટિંગ
લોકો જોઈ જતા ગાયથી યુવકને છોડાવ્યો
અરવલ્લીમાં રખડતા ઢોરોનો ભારે ત્રાસ છે અને ઘણી વખત અબોલ પ્રાણીઓના કારણે માણસને જીવનું જોખમ પણ થયું છે. જોકે ઘણીવાર એવું પણ બન્યું છે કે કાળા માથાનો માનવી આ અબોલ પ્રાણીઓની પજવણી કરતો હોય. અરવલ્લીના મોડાસાના દેવલ સીટી વિસ્તારમાં એક ગાયે યુવકને માર માર્યાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે યુવકને ગાયે ખુબ લાતો મારીને તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જોકે આસપાસના લોકો તે યુવકને ગાયથી છોડાવીને બચાવી લે છે અને બાદમાં ગંભીર ઈજાઓને પગલે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે.
સીસીટીવીમાં કાંઈક જુદુ જ દ્રશ્ય
જોકે આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં યુવક પહેલા તો બાઈકથી ગાયનો રસ્તો રોકવાના પ્રયત્ન કે તેને પજવવાના પ્રયત્ન કરતો હોય તેવું દેખાય છે. બાદમાં જ્યારે યુવક બાઈક પરથી પડી જાય છે ત્યારે ગાય તે યુવક પર લાતોથી ફરી વળે છે. સ્થાનીક લોકોએ ગાયને મારતા જોઈ તો તુરંત યુવકની મદદ કરી હતી અને તેને સારવાર માટે ખસેડ્યો હતો. જોકે આ યુવક કોણ છે, તે ત્યાં શું કરી રહ્યો હતો તે બાબત પર તેનો પક્ષ પણ અહીં જાણી શકાયો નથી.
ADVERTISEMENT
(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)
ADVERTISEMENT