ઈસ્કોન અકસ્માતઃ તથ્યના 3 દિવસના રિમાન્ડ મંજૂર, પ્રજ્ઞેશ પટેલને જ્યૂડિશિયલ કસ્ટડી, જાણો શું થયું કોર્ટમાં
અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અક્સ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 10 થઈ ગઈ છે. ગત રાત્રે વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું કે જેઓ ગુજરાત…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા ભયાનક અક્સ્માતમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 10 થઈ ગઈ છે. ગત રાત્રે વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું કે જેઓ ગુજરાત પોલીસનો એક હિસ્સો હતા. જેગુઆર કાંડમાં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલના મામલામાં ઠેરઠેર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. પોલીસે જેગુઆર કાંડના બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટ પાસેથી પોલીસે તેમના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. આ કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકારી વકીલે એવું પણ કહ્યું હતું કે, આરોપી પોલીસને સહકારી આપી રહ્યા નથી. કોર્ટે આરોપી પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશ્યલ કસ્ટડીમાં ધકેલ્યો છે. તથ્ય પટેલ અંગે કોર્ટ 3 દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા છે. તથ્ય પટેલને લઈને કરવામાં આવેલી વકીલની સક્ષમ દલીલો અને પોલીસની કાર્યવાહીને જોતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ માન્ય રાખ્યા છે.
શું થયું કોર્ટમાં?
અમદાવાદના અકસ્માતના કેસમાં આજે આરોપીઓને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટની બિલ્ડીંગના આઠમા માળે તેને રજૂ કરવામાં આવ્યા હતા. બંને પક્ષો વચ્ચે સામ સામે પોણો કલાકથી વધારે સમય દલીલો ચાલી હતી. એટલું જ નહીં કોર્ટમાં તો એટલી ખીચોખીચ લોકોની ભીડ ઉમટી હતી કે પોલીસે અહીં બોડી વોન્ન કેમેરા અને લાઠીઓ સાથે ઊભા રહેવું પડ્યું હતું. સરકારી વકીલે આ મામલામાં દલીલ કરી હતી કે તપાસ માટે પોલીસને હજુ પુરતો સમય મળ્યો નથી. ગાડીમાં તથ્યની સાથે રહેલા લોકોની પણ તપાસ જરૂરી છે. આરોપીનો ફોન તપાસ માટે જરૂરી છે. જોકે આરોપી પોલીસ તપાસમાં સહકાર આપી રહ્યો નથી. આરોપી મોડી રાત્રે ક્યાંથી આવ્યો હતો તેની પણ તપાસ જરૂરી છે. કોર્ટે પ્રોસીઝર પ્રમાણે આરોપીઓને એ પણ પુછ્યું કે કોઈ ફરિયાદ નથી ને? ત્યારે તેમણે જવાબમાં ના કહ્યું હતું. સરકાર તરફથી વકીલ પ્રવીણ ત્રિવેદી કોર્ટમાં હાજર રહ્યા હતા. પોલીસે કારમાં જે લોકો હતા તેમની તપાસ કરવાની બાકી હોવાનું પણ કોર્ટને કહ્યું હતું. સોશ્યલ મીડિયા પર મુકેલી પોસ્ટ અંગે તપાસ કરવાની બાકી છે. જેગુઆર કારની તપાસમાં આરોપીની હાજરીની જરૂર નહીં આ કાવતરા કે મર્ડરનો કેસ નથી. આરોપીના માતા-પિતાએ પોલીસને જાણ કરવી હતી તેઓ સીધા દીકરાને ઘટના સ્થળેથી લઇ ગયા. શું પોલીસ આરોપીને હોસ્પિટલ ના લઈ જાત ? આરોપીના પિતા ઘાયલોને કેમ હોસ્પિટલ ના લઈ ગયા ? આરોપીને હોસ્પિટલમાંથી રજા આપી ત્યારબાદ જ અટક કરાઈ છે. SIT ની રચના કરી હોય તો શું રિમાન્ડ ના આપાય ? આરોપીના પિતાએ ઘટના સ્થળના લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી.
રોબર્ટ વાડ્રાની કૌભાંડની ફાઇલો પુરમાં તણાઇ ગઇ, બેંકે આપ્યો વિચિત્ર તર્ક
તથ્યના વકીલે કહ્યું મીડિયા ટ્રાયલ થઈ
આ દરમિયાન તથ્ય અને પ્રજ્ઞેશ પટેલના તરફથી કોર્ટમાં વકીલ નિસાર વૈદ્યની દલીલ હતી કે 19 વર્ષનો છોકરો સિમ્સ હોસ્પિટલમાં આઈસીયુમાં હતો. તેના પર મીડિયા ટ્રાયલ કરવામાં આવી છે. સ્થળ પર 50થી 100 લોકોનું ટોળું હતું જેણે આરોપીને માર્યો છે. સ્થળ પરથી તેના પિતા તેને લઈ ગયા એટલે તેમને પણ આરોપી બનાવાયા છે. મૃતકોની લાગણી હોય તો જીવનાર પ્રત્યે પણ હોય. આની પાછળ પોલિટીકલ મોટિવ છે. તેમણે કહ્યું કે આ કેસ મીડિયા ટ્રાયલ બની ગયો છે. પ્રેસર ઊભું કરવામાં આવ્યું છે. જે માણસો જતા રહ્યા છે તે પાછા નથી આવવાના. જે જીવે છે એને મારી ના નખાય એને બચાવવો પડે. પિતાએ દિકરાને લોહી લુહાણ હાલતમાં જોતા હોસ્પિટલ લઈ ગયા હતા. મરનાર માટે જેટલી સંવેદના હોય એટલી જીવતા માટે રાખવી જોઈએ. પિતાએ દિકરાને લોહી લુહાણ હાલતમાં જોતા હોસ્પિટલ લઈ ગયા હતા. મરનાર માટે જેટલી સંવેદના હોય એટલી જીવતા માટે રાખવી જોઈએ. રાત્રે 12.30 બનાવ બને છે. ત્યાં એક એક્સીડેન્ટ પહેલાથી હતો. પોલીસે ડાયવર્ઝન કે બેરીકેડ ન્હોતા મુક્યા.
ADVERTISEMENT
તેમણે એવું પણ કહ્યું કે, કોઈપણ બાપ દિકરાને લોહીલુહાણ હાલતમાં જુએ તો તેને હોસ્પિટલમાં લઈ જાય. હોસ્પિટલમાં ટાઈમ પાસ કર્યો તે રીતે પોલીસે કહ્યું છે. ચાર કલાક જે સારવાર થઈ તે વિશે ડોક્ટરને પૂછવું હતું. તથ્ય સહિત પાંચ આરોપીઓ સામેથી પોલીસ મથકમાં હાજર થયા છે. તમામના બ્લડ સેમ્પલ લેવાયા છે. કેટલી સ્પીડમાં કાર ચલાવી તે આરોપી ના કહી શકે, એ FSLનું કામ છે. આરોપી કહે કે 20 ની સ્પીડે ચાલતી હતી તો કોર્ટ માનશે? આ માટે FSL ની ટીમ છે. પોલીસ આરોપીને ઘટના સ્થળે લઈ ગઈ હતી. ત્યાં પોલીસે આરોપી સાથે ખોટું વર્તન કર્યું છે. પોલીસે આરોપીને ઉઠક બેઠક કરાવી હતી. પ્રજાને સારું લગાડવા માટે પોલીસે ઉઠક બેઠક કરાવી છે. બે દિવસથી આરોપીને મળવાની પરવાનગી માંગી છતાં અમને મળવા નથી દેતા. તેથી કોર્ટ મને અહીં મળવાની પાંચ મીનીટ આપે. બનાવના 16 કલાક પછી ફરિયાદ થઈ છે. પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન નહીં ડેમોસ્ટ્રેશન કર્યું છે. આવી સતા પોલીસ પાસે નથી, નહીંતર તમે અને હું શા માટે છીએ ? મોબાઈલ ફોન પોલીસ પાસે છે. કોને કોને ફોન કર્યા તે જોઈ લો. રિમાન્ડના મુદ્દા માટે આરોપીની જરૂર નથી. જેગુઆર ગાડીમાં GPS લાગેલું હોય છે. કમ્પની પાસે માહિતી મંગાતા તે પણ મળી જશે. કોલ રેકોર્ડ પણ સીમ કંપની પાસેથી મંગાવી શકાય. મારા નિવેદનમાં મીડિયા 25 વર્ષનું મારું રેકર્ડ લઈ આવ્યા તો અગાઉ આરોપીએ આવો ગુન્હો કર્યો હોય તે મીડિયાના ધ્યાનમ હોય જ. માતા-પિતા બાળકને હોસ્પિટલ લઈ ગયા છુપાવ્યો નથી.Cctv જોઈ શકો છો. આરોપીએ નશાકારક દ્રવ્યનું સેવન કર્યું તે હોસ્પિટલના રિપોર્ટ નક્કી કરશે. રિમાન્ડના એક પણ મુદામાં આરોપીની ઉપસ્થિતીની જરૂર નહીં. અકસ્માતના કેસમાં હાઇપ ઉભો કરાય છે. નિસાર વૈધે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ ટાંકી જસ્ટીસ પારડીવાલાનું જજમેન્ટ ટાંક્યું હતું. પોલીસે ઇનવેસ્ટીગેશન પુરી કરીને ફરિયાદ દાખલ કરી છે.
જોકે આ મામલામાં કોર્ટે પોલીસની રિમાન્ડની માગણી ગ્રાહ્ય રાખી તથ્યને 3 દિવસના રિમાન્ડ આપ્યા છે. કોર્ટે આરોપી પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશ્યલ કસ્ટડીમાં ધકેલ્યો છે.
ADVERTISEMENT
અમદાવાદના અકસ્માત મામલે મોગલ ધામ કબરાઉ બાપુ ભડક્યાઃ જુઓ તથ્ય અને પ્રજ્ઞેશ અંગે શું કહ્યું
શું બન્યો હતો બનાવ?
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા થાર કારના અકસ્માતમાં કે જે કાર એક સગીર વયનો છોકરો ચલાવતો હતો. જે છોકરાના અકસ્માત બાદ લોકો ઈજાગ્રસ્તોને મદદ કરવા બ્રિજ પર ટોળા ભેગા થયા હતા ત્યાં જ પુરપાટ ઝડપે આવતી જેગુઆર કાર કે જે તથ્ય પટેલ ચલાવી રહ્યો હતો. તે કાર લોકોના ટોળામાં ઘૂસી જાય છે અને લોકોને ફંગોળી નાખે છે. 20 લોકોને ફંગોળી નાખનારી જેગુઆર કારની ઝડપ પણ અત્યંત વધારે હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં કુલ 9 વ્યક્તિના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે જશવંતસિંહ નામના પોલીસ કર્મચારી મોડી રાત્રે સારવાર દરમિયાન અવસાન પામ્યા હતા. જે પછી આ ઘટનામાં મૃત્યુઆંક 10 સુધી પહોંચ્યો છે. આ તરફ પોલીસે આરોપી પિતા પુત્રની ધરપકડ કરી લીધી છે. ઘટનાને લઈને પોલીસે તુરંત ઘટનાનું રિકન્સ્ટ્રક્શન સહિતની કામગીરી હાથ ધરી છે.
ADVERTISEMENT
પોલીસે કરી તપાસ કમિટિની રચના
આ ઘટનાના પડઘા ના માત્ર અમદાવાદના ખુણે ખુણે પરંતુ સમગ્ર ગુજરાત જ નહીં દેશ અને વિદેશોમાં પણ પડ્યા છે. લોકોએ આ ઘટનાના વીડિયો અને તેની ભયાનકતાના દ્રશ્યો જોઈને આઘાત અનુભવ્યો છે. આપને અહીં જણાવી દઈએ કે ગુજરાત પોલીસ દ્વારા આ ઘટનાને લઈને ખાસ તપાસ કમિટિની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં કોણ કોણ છે તે પણ જાણાવીએ તો આ કમિટીમાં ટ્રાફિકના ડીસીપી નીતા દેસાઈ, ટ્રાઈકના એસીપી એસ જે મોદી, એસજી-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ અપૂર્વ પટેલ, એસજી-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ વી બી દેસાઈ, એ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ પી બી ઝાલા, એન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ કે પી સાગઠીયા અને અમ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ એચ જી કટારીયાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT