BREAKING NEWS: ડમીકાંડમાં તોડકાંડ મામલે યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા
નીતિન ગોહિલ/ભાવનગર: ડમી કાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહની મુશ્કેલી વધી છે. યુવરાજસિંહની ગઈકાલે લાંબી પુછપરછ બાદ મોડી રાત્રે 1.20 કલાકે ધરપકડ કરવામાં આવી હોવાની સત્તાવાર જાહેરાત…
ADVERTISEMENT
નીતિન ગોહિલ/ભાવનગર: ડમી કાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહની મુશ્કેલી વધી છે. યુવરાજસિંહની ગઈકાલે લાંબી પુછપરછ બાદ મોડી રાત્રે 1.20 કલાકે ધરપકડ કરવામાં આવી હોવાની સત્તાવાર જાહેરાત પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. યુવરાજસિંહ પર ભાવનગરમાં ડમીકાંડમાં સામેલ લોકોના નામ જાહેર ન કરવા માટે રુપિયા લેવાનો આરોપ લાગ્યો છે. આ મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરી 14 દિવસની રિમાન્ડની માંગ કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. આ સાથે જ PK, શરદ, પ્રદીપ અને બળદેવ બધાના પણ 5 દિવસના, તારીખ 27 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર થયેલ છે.
તદુપરાંત યુવરાજસિંહના સાળાને સુરતથી દબોચી લેવામાં આવ્યો છે. યુવરાજસિંહના સાળા પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ડમીકાંડમાં ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહના સાળા પર ગુનો નોંધાયો છે.
યુવરાજસિંહ પર ગુનાહિત ષડયંત્ર રચવાનો ગુનો નોંધાયો છે. આ ઉપરાંત નાણાંકીય આરોપોને લઈ યુવરાજસિંહના ગોળગોળ જવાબ આપતાં તેની સંડોવણી અંગે પણ સવાલ ઊભા થયા છે. જ્યારે આજે યુવરાજસિંહને કોર્ટ માં ૧૪ દિવસની રિમાન્ડ ની માગ સાથે યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે દ્વારા યુવરાજસિંહનાં સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT