Corona Update: ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથુ ઉંચક્યું, રિકવરી રેટ 98%ને પાર રહેતા રાહત
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવ કેસોમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં કુલ 565 લોકો સંક્રમિત થયા છે, જ્યારે આજે પણ રિકવર…
ADVERTISEMENT
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવ કેસોમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં કુલ 565 લોકો સંક્રમિત થયા છે, જ્યારે આજે પણ રિકવર થતા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આજે કુલ 891 દર્દીઓ રિકવર થયા છે જ્યારે 3 લોકોના મોત નીપજ્યા છે.
2 લાખથી વધુ વેક્સિનના ડોઝ અપાયા
રાજ્યમાં કોરોનાના કેસને ધ્યાને રાખીને રાજ્યમાં વેકસીનેશન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 2 લાખથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. હાલ રાજ્યમાં 5000થી ઓછા એક્ટિવ કેસ છે. અત્યારે રાજ્યમાં 4205 એક્ટિવ કેસ છે જ્યારે 18 દર્દીઓ વેન્ટીલેટર પર છે . જ્યારે 4186 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી કુલ 10990 દર્દીઓના મૃત્યુ થયા છે.
આજે ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, જુનાગઢ, ખેડા, મહીસાગર, નર્મદામાં એકપણ કોવિડ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જ્યારે અરવલ્લી, તાપીમાં 2-2 કેસ નોંધાયા હતા તથા તાપી, ડાંગ, જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT