Corona Update: રાજ્યમાં કોરોનાથી રાહત, રિકવરી રેટ 98.90 ટકાએ પહોંચ્યો
આજે રાજ્યમાં Coronaના સંક્રમણમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 374 લોકો સંક્રમિત થયા હતા. જ્યારે ગઈકાલે 367 લોકો સંક્રમિત થયા…
ADVERTISEMENT
આજે રાજ્યમાં Coronaના સંક્રમણમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 374 લોકો સંક્રમિત થયા હતા. જ્યારે ગઈકાલે 367 લોકો સંક્રમિત થયા હતા. આજે પણ સંક્રમિત કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આજે કુલ 451 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું નથી.
રાજ્યમાં કોરોનાના કેસને ધ્યાને રાખીને રાજ્યમાં વેકસીનેશન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમા 1 લાખથી વધુ વેક્સિનના ડોઝ આપવમાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,01,836 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. હાલ રાજ્યમાં 3000થી ઓછા એક્ટિવ કેસ છે. રાજ્યમાં 2935 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર રહેનાર દર્દીઓની સંખ્યામાં અચાનક વધારો થયો છે. રાજ્યમાં આજે 23 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે ગઈકાલે 17 દર્દીઓ વેન્ટીલેટર પર હતા. 2912 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી કુલ 10,996 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1253361 લોકો ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમાં રાહત
રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98.90 ટકા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 88814 પ્રિકોશન ડોઝ 18 થી 59 વર્ષ સુધીના લોકો માટે આપવામાં આવ્યા છે. આ સાથે જ 12,07,07,443 વેક્સિનના કુલ ડોઝ ગુજરાતમાં આપવામાં આવ્યા છે. રાજ્યમાં ભાવનગર, બોટાદ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગિરસોમનાથ, જૂનાગઢ કો., અને નર્મદામાં કોઈ પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT