Corona Update: રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98.99 ટકાએ પહોંચ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: આજે રાજ્યમાં Coronaના સંક્રમણમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 200થી ઓછા લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 158 લોકો સંક્રમિત થયા છે. આજે પણ સંક્રમિત કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આજે કુલ 243 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

2000થી ઓછા એક્ટિવ કેસ
રાજ્યમાં કોરોનાના કેસને ધ્યાને રાખીને રાજ્યમાં વેકસીનેશન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1.50 લાખથી વધુ વેક્સિનના ડોઝ આપવમાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,88,347 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. હાલ રાજ્યમાં 2000થી ઓછા એક્ટિવ કેસ છે. રાજ્યમાં 1868 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર રહેનાર દર્દીઓની સંખ્યા 13 છે. જ્યારે 1855 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી કુલ 11,007 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 12,56,970 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

રિકવરી રેટ વધ્યો
રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98.99 ટકા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 163418 પ્રિકોશન ડોઝ 18 થી 59 વર્ષ સુધીના લોકોને આપવામાં આવ્યા છે. આ સાથે જ 12,32,09,195 વેક્સિનના કુલ ડોઝ ગુજરાતમાં આપવામાં આવ્યા છે.

ADVERTISEMENT

અહી એક પણ કેસ નથી નોંધાયો
રાજ્યમાં અમદાવાદ, અરવલ્લી,ભરૂચ, ભાવનગર,છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, તાપી, સુરેન્દ્રનગર અને નર્મદામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. અમદાવાદ કોર્પોરેશનમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે

    follow whatsapp

    ADVERTISEMENT