રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, છેલ્લા 24 કલાકમાં 282 લોકો થયા સંક્રમિત

ADVERTISEMENT

corona
corona
social share
google news

અમદાવાદ: આજે રાજ્યમાં Coronaના સંક્રમણમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 300થી વધુ ઓછા લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 282 લોકો સંક્રમિત થયા છે. જ્યારે ગઈકાલે 307 લોકો સંક્રમિત થયા હતા. આજે પણ સંક્રમિત કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આજે કુલ 352 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં રાહતના સમાચાર છે કે કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

રાજ્યમાં કોરોનાના કેસને ધ્યાને રાખીને રાજ્યમાં વેકસીનેશન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ વેક્સિનના ડોઝ આપવમાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,44,944 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. હાલ રાજ્યમાં 2000થી ઓછા એક્ટિવ કેસ છે. રાજ્યમાં 1894 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર રહેનાર દર્દીઓની સંખ્યા 5 છે. જ્યારે 1879 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી કુલ 11,001 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 12,55,937 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98.98 ટકા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 300837 પ્રિકોશન ડોઝ 18 થી 59 વર્ષ સુધીના લોકોને આપવામાં આવ્યા છે. આ સાથે જ 12,22,79,432 વેક્સિનના કુલ ડોઝ ગુજરાતમાં આપવામાં આવ્યા છે. રાજ્યમાં અરવલ્લી, ભાવનગર, બોટાદ, દાહોદ, ડાંગ, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, પાટણ, સુરેન્દ્રનગર અને નર્મદામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. અમદાવાદ કોર્પોરેશનમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT