Corona Update: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, છેલ્લા 24 કલાકમાં 169 લોકો થયા કોરોનાથી સંક્રમિત

ADVERTISEMENT

corona
corona
social share
google news

અમદાવાદ: આજે રાજ્યમાં Coronaના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 200થી ઓછા લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 169 લોકો સંક્રમિત થયા છે. જ્યારે ગઈકાલે 230 લોકો સંક્રમિત થયા હતા. આજે પણ સંક્રમિત કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આજે કુલ 327 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું નથી.

રાજ્યમાં કોરોનાના કેસને ધ્યાને રાખીને રાજ્યમાં વેકસીનેશન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 લાખથી વધુ વેક્સિનના ડોઝ આપવમાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2,57,368 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. હાલ રાજ્યમાં 2200થી ઓછા એક્ટિવ કેસ છે. રાજ્યમાં 2129એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર રહેનાર દર્દીઓની સંખ્યા ઘટીને 19 થઈ છે. જ્યારે 2110 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી કુલ 10,999 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 12,54,821 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

રાજ્યમાં કોરોના રિકવરી રેટ વધ્યો
રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98.96 ટકા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 225007 પ્રિકોશન ડોઝ 18 થી 59 વર્ષ સુધીના લોકોને આપવામાં આવ્યા છે. આ સાથે જ 12,12,79,497 વેક્સિનના કુલ ડોઝ ગુજરાતમાં આપવામાં આવ્યા છે. રાજ્યમાં અમરેલી, આણંદ, અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, જામનગર, જૂનાગઢ, ખેડા, મહીસાગર, સુરેન્દ્રનગરઅને નર્મદામાં કોઈ પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT