રાજ્યમાં કોરોનાનું સંકટ યથાવત, છેલ્લા 24 કલાકમાં 2 બે દર્દીઓના થયા મૃત્યુ
અમદાવાદ: આજે રાજ્યમાં Coronaના સંક્રમણમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 383 લોકો સંક્રમિત થયા હતા. જ્યારે ગઈકાલે 425 લોકો સંક્રમિત…
ADVERTISEMENT
અમદાવાદ: આજે રાજ્યમાં Coronaના સંક્રમણમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 383 લોકો સંક્રમિત થયા હતા. જ્યારે ગઈકાલે 425 લોકો સંક્રમિત થયા હતા. આજે પણ સંક્રમિત કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આજે કુલ 664 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં 2 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. ગઈકાલે 1 વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું હતું.
રાજ્યમાં કોરોનાના કેસને ધ્યાને રાખીને રાજ્યમાં વેકસીનેશન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પરંતુ છેલ્લા 2 દિવસથી રાજ્યમાં 1 લાખ કરતાં ઓછા વેક્સિનના ડોઝ આપવામાં આવતા હતા . છેલ્લા 24 કલાકમાં 2,14,084 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. હાલ રાજ્યમાં 4000 થી ઓછા એક્ટિવ કેસ છે. રાજ્યમાં 3197 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર રહેનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. રાજ્યમાં 23 દર્દીઓ વેન્ટીલેટર પર છે. 3174 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી કુલ 10996 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1252358 લોકો ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમાં બે દર્દીઓના થયા મૃત્યુ
રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98.88 ટકા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,85,127 પ્રિકોશન ડોઝ 18 થી 59 વર્ષ સુધીના લોકો માટે આપવામાં આવ્યા છે. આ સાથે જ 12,02,96,495 વેક્સિનના કુલ ડોઝ ગુજરાતમાં આપવામાં આવ્યા છે. રાજ્યમાં ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ કો., ખેડા, મહીસાગર,સુરેન્દ્રનગર, તાપી અને નર્મદામાં કોઈ પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આ સાથે રાજ્યમાં ગાંધીનગર કોર્પોરેશન અને આણંદમાં corona થી એક-એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ કો.માં નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 123 કેસ નોંધાયા છે. રાજકોટ કોર્પોરેશનમાં 35 અને વડોદરા કોર્પોરેશનમાં 73 જ્યારે સુરત કોર્પોરેશનમાં 13 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT