રાજ્યમાં કોરોનાના કેસમાં થયો ચિંતાજનક વધારો

ADVERTISEMENT

કોરોના ટેસ્ટિંગની ફાઈલ તસવીર
કોરોના ટેસ્ટિંગની ફાઈલ તસવીર
social share
google news

અમદાવાદ: આજે રાજ્યમાં Coronaના સંક્રમણમાં અચાનક જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 425 લોકો સંક્રમિત થયા છે. જ્યારે ગઈ કાલે 290 લોકો સંક્રમિત થયા હતા. આજે પણ સંક્રમિત કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આજે કુલ 663 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં 1 દર્દીનું કોરોનાથી મૃત્યુ થયુ છે.

1 લાખથી ઓછા વેક્સિનના ડોઝ અપાયા.
રાજ્યમાં કોરોનાના કેસને ધ્યાને રાખીને રાજ્યમાં વેકસીનેશન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પરંતુ આજે પણ રાજ્યમાં 1 લાખ કરતાં ઓછા વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 72,306 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. હાલ રાજ્યમાં 4000 થી ઓછા એક્ટિવ કેસ છે. રાજ્યમાં 3480 એક્ટિવ કેસ છે જ્યારે 20 દર્દીઓ વેન્ટીલેટર પર છે . 3460 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી કુલ 10994 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1251694 લોકો ડિસ્ચાર્જ થયા છે.

રાજ્યમાં એક દર્દીનુ થયુ મૃત્યુ
રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98.86 ટકા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 62420 પ્રિકોશન ડોઝ 18 થી 59 વર્ષ સુધીના લોકો માટે આપવામાં આવ્યા છે. આ સાથે જ 12,00,82,411 વેક્સિનના કુલ ડોઝ ગુજરાતમાં આપવામાં આવ્યા છે. રાજ્યમાં ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ કો., મહીસાગર અને નર્મદામાં કોઈ પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આ સાથે રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં corona થી એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ કો.માં નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 145 કેસ નોંધાયા છે. રાજકોટ કોર્પોરેશનમાં 47 અને વડોદરા કોર્પોરેશનમાં 43 જ્યારે સુરત કોર્પોરેશનમાં 15 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT