રાજ્યમાં કોરોનાથી રાહત, 290 લોકો થયા સંક્રમિત
અમદાવાદ: આજે રાજ્યમાં Coronaના સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 290 લોકો સંક્રમિત થયા છે. જ્યારે આજે પણ સંક્રમિત કરતાં સાજા થનાર…
ADVERTISEMENT
અમદાવાદ: આજે રાજ્યમાં Coronaના સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 290 લોકો સંક્રમિત થયા છે. જ્યારે આજે પણ સંક્રમિત કરતાં સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. કુલ 635 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં 2 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થતાં ચિંતામાં વધારો થયો છે.
1 લાખથી ઓછા વેક્સિનના ડોઝ અપાયા.
રાજ્યમાં કોરોનાના કેસને ધ્યાને રાખીને રાજ્યમાં વેકસીનેશન પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પરંતુ આજે રાજ્યમાં 1 લાખ કરતાં ઓછા વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 58,975 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. હાલ રાજ્યમાં 4000 થી ઓછા એક્ટિવ કેસ છે. રાજ્યમાં 3719 એક્ટિવ કેસ છે જ્યારે 19 દર્દીઓ વેન્ટીલેટર પર છે . જ્યારે 3700 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી કુલ 10993 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1251031 લોકો ડિસ્ચાર્જ થયા છે.
રાજ્યમાં બે દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 98.84 ટકા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 51970 પ્રિકોશન ડોઝ 18 થી 59 વર્ષ સુધીના લોકો માટે આપવામાં આવ્યા છે. આ સાથે જ 12,00,10,105 વેક્સિનના કુલ ડોઝ ગુજરાતમાં આપવામાં આવ્યા છે. રાજ્યમાં અમદાવાદ, બોટાદ, ભરૂચ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર કો., જુનાગઢ, ખેડા, મહીસાગર, નર્મદા,છોટા ઉદેપુર,પાટણ, દાહોદ, પોરબંદર, સુરેન્દ્રનગર અને તાપીમાં કોઈ પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આ સાથે રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં corona થી બે વ્યક્તિના મૃત્યુ થયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT