ગુજરાતમાં કોરોનાનો ફૂંફાડો, સંક્રમણમાં સતત વધારો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે કોરોનાએ ફરી ચિંતા વધારી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 331 કેસ નોંધાયા છે. જ્યારે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. આજે પણ કોરોનાથી સંક્રમિત થનાર લોકોની સામે કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમ સતત વધી રહ્યું છે. ત્યારે એક દિવસની રાહત બાદ ફરી સંક્રમણ વધ્યું છે. રાજ્યમાં ગઈ કાલે કોરોનાથી 323 લોકો સંક્રમિત થયા હતા. ત્યારે આજે કોરોનાથી 331 લોકો સંક્રમિત થયા છે. જ્યારે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. આ સાથે આજે પોઝિટવ દર્દીઓ કરતાં સાજા થનાર દર્દીની સંખ્યા વધી છે. આજે 380 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે ગઇકાલે 381 દર્દી કોરોનાથી સાજા થયા હતા.

2042 એક્ટિવ કેસ
હાલની સ્થિતિએ રાજ્યમાં કુલ 2042 એક્ટિવ કેસ છે. જેમાંથી 2036 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે. ઉપરાંત અત્યાર સુધીમાં 11072 દર્દીઓના સરકારી ચોપડે કોરોનાથી મોત થયા હોવાનું નોંધાયું છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.98 ટકા સુધી પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1275338 લોકો કોરોનાથી ડિસ્ચાર્જ થયા છે.

ADVERTISEMENT

એક પણ કેસ નથી નોંધાયો
રાજ્યમાં 11 જિલ્લા અને મહાનગરપાલિકામાં મળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જેમાં અરવલ્લી,ભાવનગર, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, નર્મદા અને તાપી માં કોઈ નવા કેસ સામે આવ્યા નથી.

આ પણ વાંચો: સમાજ કલ્યાણ અધિકારી ખુદનું કલ્યાણ કરતાં ACB ના હાથે ઝડપાયા

ADVERTISEMENT

અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધુ રહ્યું છે આ દરમિયાન આજે અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 127 લોકો સંક્રમિત થયા છે. જ્યારે મહેસાણામાં 31 કેસ નોંધાયા છે. વડોદરા કોર્પોરેશનમાં 25 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત સુરતમાં 22 અને સુરત કોર્પોરેશનમાં 21 લોકો આજે કોરોનાથી સંક્રમિત થયા.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT