રાજ્યમાં ફરી વધ્યું કોરોનાનું સંક્રમણ, વેક્સિનેશન અંગે તંત્રની ચુપ્પી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર જોરદાર ઉછાળો નોંધાયો છે. એકબાજુ વાઈરલ ઈન્ફેક્શનના કેસો વધી રહ્યા છે, ત્યારે આજે ગુજરાતમાં કોરોનાના 351 નવા કેસ નોંધાયા છે, જેની સામે 395 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં સૌથી વધુ 88 નવા કેસ સામે આવ્યા છે .

કોરોનાના કેસોમાં ફરીવાર ઉછાળો નોંધાતા રાજ્યમાં આજે 351 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 88, સુરત શહેરમાં 30, વડોદરા શહેર 27 , મહેસાણામાં 22, ગાંધીનગર 23 નવા કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.

2220 એક્ટિવ કેસ
હાલની સ્થિતિએ રાજ્યમાં કુલ 2176 એક્ટિવ કેસ છે. જેમાંથી 2267 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 9 દર્દીઓ વેન્ટીલેટર પર છે. ઉપરાંત અત્યાર સુધીમાં 11056 દર્દીઓના સરકારી ચોપડે કોરોનાથી મોત થયા હોવાનું નોંધાયું છે. રાજ્યમાં સાજા થવાનો દર  98.97 ટકા સુધી પહોંચ્યો છે.

ADVERTISEMENT

ગઈકાલની તુલનામાં આજે વધ્યું સંક્રમણ
ગઈકાલે ગુજરાતમાં કોરોનાના 324 કેસ નોંધાયા હતા, ત્યારે બીજી તરફ આજે આ સંક્રમણમાં વધારો થયો છે. આજે 351 કેસ નોંધાયા છે. ત્યારે બીજી તરફ ગઈકાલે 317 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે આજે 395 લોકો કોરોનાથી સાજા થયા છે. જોકએ આજે મૃત્યુને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે કોરોનાથી એક વ્યક્તિનું મોત થયું હતું ત્યારે આજે કોઈ મૃત્યુ ન થતાં તંત્રને રાહત થઈ છે.

વેકસીનેશનના આકડા આપવાનું કર્યું બંધ
એક તરફ રાજ્યમાં વેકસીનેશન સતત ઘટી રહ્યું હતું તેરે બીજી તરફ રાજ્યમાં વેક્સિનની અછત સામે આવી છે. ત્યારે 1 એપ્રિલથી રસીકરણના આંકડા આપવાનું બંધ કીર દીધું છે. રાજ્યમાં કેટલા લોકોનું રસીકરણ થઇ રહ્યું છેતે અંગે હવે સરકાર કોઇ પણ માહિતી આપવા માટે તૈયાર નથી.

ADVERTISEMENT

આ પણ વાંચો: કમોસમી વરસાદને લઈ 15 જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ, જાણો કોને આપશે સરકાર સહાય

ADVERTISEMENT

આ શહેર-જિલ્લામાં શૂન્ય કેસ
રાજ્યમાં 13 જિલ્લા અને મહાનગક પાલિકામાં મળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જેમાં ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા,જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, નર્મદા, પાટણ અને તાપી જિલ્લામાં કોઈ નવા કેસ સામે આવ્યા નથી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT