રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું, રાજ્યમાં આજે સંક્રમિત દર્દીઓ કરતાં સાજા થનાર વધારે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર જોરદાર ઉછાળો vવચ્ચે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 174 કેસ નોંધાય છે. જ્યારે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. આજે કોરોનાથી સંક્રમિત થનાર લોકોની સામે કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

રાજ્યમાં કોરોનાનું સંક્રમ સતત વધી રહ્યું છે. ત્યારે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગઈકાલની સરખામણીમાં આજે સંક્રમણ પણ ઘટ્યું છે અને મોતના આંકડા પણ ગાહત્યા છે. રાજ્યમાં ગઈ કાલે કોરોનાથી 283 લોકો સંક્રમિત થયા હતા. ત્યારે બીજી તરફ ત્રણ લોકોના મોત થયા હતા. ત્યારે આજે કોરોનાથી 174 લોકો સંક્રમિત થયા છે. જ્યારે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. આ સાથે આજે પોઝિટવ દર્દીઓ કરતાં સાજા થનાર દર્દીની સંખ્યા વધી છે. આજે 268 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

હજુ 5 દર્દી વેન્ટિલેટર પર
હાલની સ્થિતિએ રાજ્યમાં કુલ 2215 એક્ટિવ કેસ છે. જેમાંથી 2210 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે. ઉપરાંત અત્યાર સુધીમાં 11072 દર્દીઓના સરકારી ચોપડે કોરોનાથી મોત થયા હોવાનું નોંધાયું છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.96 ટકા સુધી પહોંચ્યો છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: કોરોના હંમેશા રહેશે … AIIMSના ડૉક્ટરે વેક્સિનના બૂસ્ટર ડોઝ વિશે કહી ચોંકાવનારી વાત

અહી કોરોનાથી રાહત
રાજ્યમાં 15 જિલ્લા અને મહાનગરપાલિકામાં મળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જેમાં ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા,જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, નર્મદા, પાટણ અને પોરબંદર જિલ્લામાં કોઈ નવા કેસ સામે આવ્યા નથી.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT