રાજ્યમાં કોરોનાએ વધારી ચિંતા, આજે ફરી વધ્યું સંક્રમણ
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે થોડી રાહત બાદ આજે કોરોનાએ ફરી ચિંતા વધારી છે. રાજ્યમાં છેલ્લા…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસોમાં ફરી એકવાર જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે થોડી રાહત બાદ આજે કોરોનાએ ફરી ચિંતા વધારી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 304 કેસ નોંધાય છે. જ્યારે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. આજે પણ કોરોનાથી સંક્રમિત થનાર લોકોની સામે કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.
રાજ્યમાં કોરોનાનું સંક્રમ સતત વધી રહ્યું છે. ત્યારે એક દિવસની રાહત બાદ ફરી સંક્રમણ વધ્યું છે. ગઈકાલની સરખામણીમાં આજે સંક્રમણ પણ ઘટ્યું છે રાજ્યમાં ગઈ કાલે કોરોનાથી 174 લોકો સંક્રમિત થયા હતા. ત્યારે આજે કોરોનાથી 304 લોકો સંક્રમિત થયા છે. જ્યારે એક પણ વ્યક્તિનું મોત થયું નથી. આ સાથે આજે પોઝિટવ દર્દીઓ કરતાં સાજા થનાર દર્દીની સંખ્યા વધી છે. આજે 370 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.
2149 એક્ટિવ કેસ
હાલની સ્થિતિએ રાજ્યમાં કુલ 2149 એક્ટિવ કેસ છે. જેમાંથી 2243 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે. ઉપરાંત અત્યાર સુધીમાં 11072 દર્દીઓના સરકારી ચોપડે કોરોનાથી મોત થયા હોવાનું નોંધાયું છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.97 ટકા સુધી પહોંચ્યો છે.
ADVERTISEMENT
અહી કોરોનાથી રાહત
રાજ્યમાં 12 જિલ્લા અને મહાનગરપાલિકામાં મળી છેલ્લા 24 કલાકમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જેમાં અરવલ્લી, ભાવનગર, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા,જામનગર, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, અને પોરબંદર જિલ્લામાં કોઈ નવા કેસ સામે આવ્યા નથી.
આ પણ વાંચો: નકલી PMO અધિકારી કિરણ પટેલની મુશ્કેલીમાં વધારો, 21 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજુર
ADVERTISEMENT
અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધુ રહ્યું છે આ દરમિયાન આજે અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 90 લોકો સંક્રમિત થયા છે. જ્યારે સુરત અને વડોદરા કોર્પોરેશનમાં 30 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT