ગુજરાતમાં કોરોનાનું સંકટ યતાવત, જાણો લોકો થયા કોરોનાથી સંક્રમિત
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસોના કારણે એકવાર ચિંતામાં વધારો થયો છે. એકબાજુ વાઈરલ ઈન્ફેક્શનના કેસો વધી રહ્યા છે, ત્યારે આજે ગુજરાતમાં કોરોનાના 328 નવા કેસ નોંધાયા…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસોના કારણે એકવાર ચિંતામાં વધારો થયો છે. એકબાજુ વાઈરલ ઈન્ફેક્શનના કેસો વધી રહ્યા છે, ત્યારે આજે ગુજરાતમાં કોરોનાના 328 નવા કેસ નોંધાયા છે, જેની સામે 315 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં સૌથી વધુ 93 નવા કેસ સામે આવ્યા છે .કોરોનાના કેસોમાં ફરીવાર ઉછાળો નોંધાતા રાજ્યમાં આજે 328 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 93, સુરત શહેરમાં 31 , વડોદરા શહેર 27 , મહેસાણામાં 22, ગાંધીનગર 23 નવા કેસ છેલ્લા 25 કેસ નોંધાયા છે.
2155 એક્ટિવ કેસ
હાલની સ્થિતિએ રાજ્યમાં કુલ 2155 એક્ટિવ કેસ છે. જેમાંથી 2143 દર્દીઓની હાલત સ્થિર છે. જ્યારે 12 દર્દીઓ વેન્ટીલેટર પર છે. ઉપરાંત અત્યાર સુધીમાં 11057 દર્દીઓના સરકારી ચોપડે કોરોનાથી મોત થયા હોવાનું નોંધાયું છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.97 ટકા સુધી પહોંચ્યો છે.
ગઈકાલની તુલનામાં આજે વધ્યું સંક્રમણ
ગઈકાલે ગુજરાતમાં કોરોનાના 327 કેસ નોંધાયા હતા, ત્યારે બીજી તરફ આજે આ સંક્રમણમાં વધારો થયો છે. આજે એક કેસ વધ્યો છે. ત્યારે બીજી તરફ ગઈકાલે 360 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે આજે 315 લોકો કોરોનાથી સાજા થયા છે. જોકે આજે મૃત્યુને લઈ રાહતના સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે કોરોનાથી એક વ્યક્તિનું મોત થયું હતું ત્યારે આજે કોઈ મૃત્યુ ન થતાં તંત્રને રાહત થઈ છે.
ADVERTISEMENT
વેકસીનેશનના આકડા આપવાનું કર્યું બંધ
એક તરફ રાજ્યમાં વેકસીનેશન સતત ઘટી રહ્યું હતું તેરે બીજી તરફ રાજ્યમાં વેક્સિનની અછત સામે આવી છે. ત્યારે 1 એપ્રિલથી રસીકરણના આંકડા આપવાનું બંધ કીર દીધું છે. રાજ્યમાં કેટલા લોકોનું રસીકરણ થઇ રહ્યું છે. તે અંગે હવે સરકાર કોઇ પણ માહિતી આપવા માટે તૈયાર નથી.
આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી સાથે બેઠક મળી હતી જેમાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કોરોના કેસ HBB 1.6 સબ વેરિયન્ટના જોવા મળી રહ્યા છે. જે ઘાતક નથી દેખાતો પરંતુ દર્દીને મુશ્કેલી ન પડે આ કોરોનાનો ફેલાવો વધારે છે. જેના કારણે સિનિયર સીટીઝન પર ધ્યાન આપવા સૂચના છે.
ADVERTISEMENT
હોસ્પિટલમાં મોકડ્રીલ કરાશે
10-11મીએ રાજ્યની કોરોના હોસ્પિટલમાં મોકડ્રીલ કરાશે. દવાનો જથ્થો સહિત જોવામાં આવશે.આ સિવાય હોસ્પિટલોમાં ઓક્સિજન, વેન્ટીલેટર, દવાનો જથ્થોની માહિતી મેળવવા માટે આવશે. ગત અઠવાડિયા કરતાં આ અઠવાડિયામાં કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ તેમ છતાં સરકાર કોઈ બાંધછોડ કરવા માંગતી નથી.
ADVERTISEMENT
આ પણ વાંચો: આ મહિનામાં પાંચમી વખત સિંગતેલના ભાવમાં થયો વધારો, જાણો આજે કેટલા રૂપિયા વધ્યા
કેન્દ્ર સરકારે પૂરો પાડશે વેક્સિનનો જથ્થો
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ કરાવવા ખાતરી આપી છે. તેમણે અપીલ કરતા કહ્યું કે, ઉંમરલાયક વ્યક્તિઓમાં જો કોરોનાના લક્ષણો જણાય તો કોરોના ટેસ્ટ કરાવી તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ કરાવી દેવી જોઈએ.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT