ફેમીલી જેહાદ: પહેલા યુવતી અને પછી તેના આખા પરિવારનું ધર્મ પરિવર્તન કરાવ્યું પણ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર/બનાસકાંઠા: જીલ્લાના ડીસા પંથકમાં ધર્મ પરિવર્તનનો કિસ્સો સામે આવ્યો છે. ડીસાના માલગઢ ગામની એક યુવતીને ડીસાના ગવાડી વિસ્તારમાં રહેતા વિધર્મી યુવકે પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. યુવતી જ નહી તેના પરિવાર પૈકી માતા અને ભાઈનું પણ બ્રેઇનવોશ કરી ધર્મપરિવર્તન કરાવ્યું હતું. જો કે યુવતીના પિતાએ ધર્મ પરિવર્તનનો ઇન્કાર કરી દીધો હતો. જો ધર્મ પરિવર્તન ન કરવું હોય તો 25 લાખ રૂપિયા માંગ કરી હતી. જેના પગલે યુવતીના પિતાએ ઝેરીદવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

જો કે સમગ્ર મામલે યુવતીના કાકાએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી કે, પરિવારનું ધર્મપરિવર્તન કરાવી રૂ.25 લાખની ખંડણી માંગવામાં આવી રહી હતી. આ મામલે વિધર્મી યુવક સહિત 5 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે.

યુવતીને ફસાવ્યા બાદ તેને ખુશ રાખવાના બહાને પરિવારનો ધર્મ પરિવર્તન કરાવ્યું
સમગ્ર રાજ્યમાં ધર્મ પરિવર્તનના કિસ્સાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ધર્મ પરિવર્તનનો વધુ એક કિસ્સો બનાસકાંઠાના ડીસા પંથકમાં સામે આવ્યો છે. જેમાં ડીસાના માલગઢ ગામની એક યુવતીને ડીસાના ગવાડી વિસ્તારમાં રહેતા એઝાઝ મુસ્તુફા શેખ નામના યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી યુવતી સહીત તેની માતા અને ભાઈનું બ્રેઇનવોશ કરી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. જો કે ત્યારબાદ યુવતીના ભાઈ આકાશનું બ્રેઇન વોશ કરી હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરાવી હતી.

ADVERTISEMENT

ધર્મ પરિવર્તન ન કરવું હોય તો 25 લાખ માંગ્યા
હાઈકોર્ટના આદેશ અનુસાર આકાશ તેની માતા અને બહેન પિતાથી અલગ રહેવા જતા રહેતા પરિવારથી વિખુટા પડેલા પિતા હરેશભાઈએ એઝાઝ પાસે તેમના પત્ની અને સંતાનો પરત માંગવા ગયા તો એઝાઝ સહીત 5 લોકોએ યુવતીના પિતા હરેશભાઈને પણ ધર્મપરિવર્તન કરાવવાનું કહ્યું હતું. જો પરિવાર પરત જોઈ તો હોય તો 25 લાખ રૂપિયાની માંગ કરી હતી. યુવતીના પિતા હરેશ ભાઈ છેલ્લા કેટલાક દિવસોથી ડિપ્રેશનમાં હતા. જો કે બે દિવસ અગાઉ પિતા હરેશભાઈએ પાલનપુર પહોંચી કીર્તિસ્તંભ નજીક આવેલા પાતાળેશ્વર મંદિર પર પહોંચી ઝેર ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

મંદિર આગળ જ ઝેરી દવા ગટગટાવી લીધી
જો કે ઘટનાની જાણ સ્થાનિકોને થતા સ્થાનિકોએ એમ્બ્યુલન્સનો સંપર્ક કરી પીડિત હરેશભાઈને સરવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાથી અને તે બાદ સમગ્ર ઘટનાની જાણ પીડિત હરીશભાઇના ભાઇ રાજુભાઇને થતા રાજુભાઈ તાત્કાલીક હોસ્પીટલ દોડી આવ્યા હતા. સમગ્ર મામલે પાલનપુર પૂર્વ પોલીસ મથકે પહોંચી તેમના ભાઇએ હરેશભાઇને ધર્મ પરિવર્તન કરાવવા ત્રાસ આપવા મામલે તેમજ જો પરિવાર પરત જોઇતો હોય તો 25 લાખની ખંડણી માંગવા મામલે એજાઝ મુસ્તુફા શેખ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.

ADVERTISEMENT

યુવતીના કાકાએ ફરિયાદ દાખલ કરાવી
આ અંગે તેમના ભાઇએ જણાવ્યું કે, ”મારાંભાઈના પરિવારને આ મુસ્લિમ લોકોએ ધર્મ પરિવર્તન કરાવ્યું અને પરિવાર પરત માંગ્યું તો રૂ.25 લાખ માંગ્યા હતા. અમારા સમાજની દીકરી તેની માતા અને ભાઈને આ લોકોએ બ્રેન વોસ કરી ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનું સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું.

ADVERTISEMENT

યુવતીના પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
યુવતીના પિતાએ આત્મહત્યાની કોશિશ કરતા પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી જેના પગલે પાલનપુર પૂર્વ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી એજાજ મુસ્તુફા શેખ અને સતાર અબ્દુલ કાજીને ઝડપી પાડયા છે. જો કે હજુ ત્રણ આરોપી પોલીસ પકડથી દૂર છે. જેને લઈ પોલીસે પોલીસ પકડથી દૂર રહેલા આરોપીને ઝડપી પાડવા બે ટિમો કામે લગાડી છે.. અને આ આરોપીઓએ કાવતરું શા કારણે ઘડ્યું અને આ કાવતરામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. હાલ બે આરોપીઓને ઝડપીને પોલીસ તપાસ ચલાવી રહી છે.

ઝડપાયેલ આરોપી…
એઝાઝ મુસ્તુફા શેખ
સત્તાર અબ્દુલ હાજી

ફરાર આરોપી…
મુસ્તુફા પાપા શેખ
આલમ પાપા શેખ
સોહીલ સત્તાર શેખ

    follow whatsapp

    ADVERTISEMENT