દ્વારકાધીશ મંદિરમાં છઠ્ઠી ધ્વજા ચડાવવાના નિર્ણય પર થયો વિવાદ, કલેક્ટર અને દેવસ્થાન સમિતિને કેમ મળી નોટિસ?
દ્વારકા: દ્વારકામાં જગત મંદિરને લઈને મોટી ખબર સામે આવી રહી છે. દ્વારકા મંદિરમાં તાજેતરમાં ભક્તોની માંગને લઈને રોજ 6 ધ્વજા ચડાવવાના નિર્ણય લેવામાં આવ્યો હતો.…
ADVERTISEMENT
દ્વારકા: દ્વારકામાં જગત મંદિરને લઈને મોટી ખબર સામે આવી રહી છે. દ્વારકા મંદિરમાં તાજેતરમાં ભક્તોની માંગને લઈને રોજ 6 ધ્વજા ચડાવવાના નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ નિર્ણયને લઈને વિવાદ થયો છે. હકીકતમાં આ નિર્ણય સામે બ્રહ્મ સમાજે કલેક્ટર અને દેવસ્થાન સમિતિને નોટિસ પાટવી છે. નોટિસમાં જણાવ્યા મુજબ, બ્રહ્મ સમાજને વિશ્વાસમાં લીધા વગર જ છઠ્ઠી ધ્વજાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હકીકતમાં દ્વારકા મંદિરમાં ધ્વજા ચડાવવાનો હક વર્ષોથી માત્ર ત્રિવેદી અબોટી પરિવાર પાસે છે. આ વચ્ચે હાલમાં જ દેવસ્થાન સમિતિ અને કલેક્ટર દ્વારા ભક્તોની માંગના આધારે નિર્ણય લેવામાં આવ્યો હતો કે દ્વારકાધીશ મંદિરમાં રોજ પાંચની જગ્યાએ છ ધ્વજા ચડાવવામાં આવશે. જોકે આ અંગે ત્રિવેદી અબોટી પરિવારને વિશ્વાસમાં લીધા વિના જ નિર્ણય લઈ લેવાતા તેમણે નોટિસ પાઠવી હતી અને 3 દિવસમં આ અંગે ખુલાસો આપવાની તાકીદ કરી છે.
151 ફૂંટની ઊંચાઈએ 25 ફૂટના ધ્વજદંડ પર ધજા ફરકાવાય છે
નોંધનીય છે કે, દ્વારકાધીશ મંદિર પર 151 ફૂટની ઊંચાઈ પર 25 ફૂટનો ધ્વજદંડ આવેલો છે. એના ઉપર એક ધ્વજ સ્તંભ છે, જેના પર ભગવાન દ્વારકાધીશની ધજા ફરકાવવામાં આવે છે. મંદિર પર આ ઊંચાઈએ ધ્વજા ફરકાવવા રોજ અબોટી પરિવારના સદસ્યો જાય છે અને પાંચ વખત ધજા બદલી કરે છે. જોકે બિપોરજોય વાવાઝોડું આવતા 3 દિવસ મંદિર પર નવી ધ્વજા ફરકાવાઈ નહોતી, જેથી ભક્તોની ધજા ચડાવવાની યાદી લંબાતા 15 દિવસ માટે રોજ છ ધ્વજા ચડાવવાનો નિર્ણય કરાયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT