Panchmahalમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયામાં વિવાદ, ઉમેદવારોએ કર્યો ગંભીર આક્ષેપ
સરકારી નોકરીઓ માટે થતી ભરતી પ્રક્રિયા વિવાદમાં ન આવે તેવું ભાગ્યે જ ગુજરાતમાં આજકાલ જોવા મળે છે. ત્યારે પંચમહાલમાં થયેલ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી…
ADVERTISEMENT
સરકારી નોકરીઓ માટે થતી ભરતી પ્રક્રિયા વિવાદમાં ન આવે તેવું ભાગ્યે જ ગુજરાતમાં આજકાલ જોવા મળે છે. ત્યારે પંચમહાલમાં થયેલ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી વિવાદમાં સપડાઈ છે. આ ભરતી પ્રક્રિયાના મેરીટમાં ગંભીર છબરડો થયો હોવાનો આક્ષેપ કરાયો છે. સાથે જ આ ભરતી પ્રક્રિયાને રદ્દ કરવાની માંગ કરવામાં આવી રહી છે.
ભરતી પ્રક્રિયામાં ગંભીર છબરડો થયો હોવાનો આક્ષેપ
પંચમહાલમાં થોડા સમય અગાઉ થયેલ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી પ્રક્રિયામાં ગંભીર છબરડો થયો હોવાના આક્ષેપ સાથે ગોધરાની ICDS કચેરી ખાતે આજે મેરીટમાં સમાવિષ્ટ ન હોય તેમજ જેમની અરજી ખોટા કારણો દર્શાવી રદ્દ કરવામાં આવી હોય તેવા ઉમેદવારો અને તેમના પરિવારજનો અપીલ કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ આ ભરતી પ્રક્રિયાને રદ્દ કરવાની માંગ કરી હતી.
આઇસીડીએસ કચેરી ખાતે એકઠા થયા ઉમેદવારો
મેરીટ પ્રક્રિયામાં ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે મહિલા ઉમેદવારો આઇસીડીએસ કચેરી ખાતે ઉમટી પડ્યા હતાં. એક જ ઉમેદવારનું નામ મેરીટમાં બે વાર દર્શાવવામાં આવતા અને તેમાં પણ મેરીટ રેટ અલગ અલગ બતાવવામાં આવતા ઉમેદવારોને ભરતી પ્રક્રિયામાં છબરડો થયો હોવાની શંકા ગઈ હતી.
ADVERTISEMENT
મહિલા ઉમેદવારોએ કર્યો હોબાળો
જિલ્લાના આઇસીડીએસ વિભાગ દ્વારા તેડાગર અને કાર્યકરની ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી, જે બાબતે અસંતુષ્ટ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં છબરડાને લઈ જિલ્લા અધિકારી સમક્ષ અપીલ અરજી દાખલ કરી હતી. મેરીટમાં ન આવેલ ઉમેદવારોએ અપીલ કરતા તેઓને વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા. જોકે, અધિકારી દ્વારા ઉમેદવારોની અપીલ ગ્રાહ્ય ન રાખવામાં આવતા મહિલા ઉમેદવારો દ્વારા હોબાળો કરાયો હતો.
અધિકારીએ સેવ્યું મૌન
સમગ્ર મામલે જિલ્લા આઇસીડીએસ અધિકારીએ મીડિયા સમક્ષ કોઈ પણ ઉત્તર આપવાની અને મળવાની સ્પષ્ટ ના પાડી હતી જ્યારે બીજીતરફ ઉમેદવારોએ પોતાની અરજી માન્ય રાખવા અથવા ભરતી પ્રક્રિયા રદ્દ કરવાની માંગ કરી હતી.
ADVERTISEMENT
રિપોર્ટઃ જયેન્દ્ર ભોઈ, પંચમહાલ
ADVERTISEMENT
ADVERTISEMENT