‘ગુજરાતના પાગલો હું તમને ખિસ્સામાંથી હનુમાન આપવા આવ્યો છું’, બાગેશ્વર બાબાના નિવેદનથી થયો વિવાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલમાં ગુજરાત પ્રવાસે છે અને આજે રાજકોટમાં તેમનો દિવ્ય દરબાર યોજાવાનો છે. આ પહેલા સુરત તથા અમદાવાદમાં તેમનો દિવ્ય દરબાર યોજાયો હતો. એકબાજુ ગુજરાતમાં બાગેશ્વર બાબાનું સ્વાગત થઈ રહ્યું છે તો કેટલાક લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે. આ વચ્ચે હવે સુરતમાં આપેલા એક નિવેદનના કારણે બાગેશ્વર બાબા વિવાદમાં સપડાયા છે અને સોશિયલ મીડિયા પર તેમનો વિરોધ થઈ રહ્યો છે.

હકીકતમાં સુરતમાં દિવ્ય દરબાર વખતે ધીરેન્દ્ર શાસ્ત્રીએ એક નિવેદન આપ્યું હતું. જેમાં તેઓ કહી રહ્યા છે કે, ગુજરાતના પાગલો, એક વાત તમે તમારી જિંદગીમાં યાદ રાખજો હું તમારી પાસે ધન લેવા નથી આવ્યો, ના હું તમારી પાસે સન્માન લેવા આવ્યો છું. હું તમને મારા ખિસ્સામાંથી હનુમાન આપવા આવ્યો છું.’ હવે તેમના આ નિવેદન પર વિવાદ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયામાં હનુમાનજી વિશેના આ નિવેદનને લઈને તેમની ટિકા કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

બાબાના નિવેદન પર સોશિયલ મીડિયામાં લોકોએ શું પ્રતિક્રિયા આપી?

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT