મુસ્લિમ છોકરીઓ મોબાઈલના કારણે પડી રહી છે લવ ટ્રેપમાં? સુરતના ખ્વાજાનગરમાં લાગ્યા વિવાદાસ્પદ બેનરો
સંજયસિંહ રાઠોડ, સુરત: સુરતમાં અજીબ બેનર લાગવાના શરૂ થઈ ચૂક્યા છે. સુરતના ખ્વાજાનગરમાં મુસ્લિમ સમાજના લોકો વ્યાપક પ્રમાણમાં રહે છે. ત્યારે આ વિસ્તારમાં હિન્દી ભાષામાં…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ, સુરત: સુરતમાં અજીબ બેનર લાગવાના શરૂ થઈ ચૂક્યા છે. સુરતના ખ્વાજાનગરમાં મુસ્લિમ સમાજના લોકો વ્યાપક પ્રમાણમાં રહે છે. ત્યારે આ વિસ્તારમાં હિન્દી ભાષામાં અજીબ બેનર લગાવવાની શરૂઆત થઈ છે. આ બેનરમાં મોબાઇલ અને સોશિયલ મીડિયા થી દૂર રહેવા માટે પણ કહેવાયું છે સાથે જ લવ ટ્રેપ પણ મોબાઈલથી થાય છે એવું પણ સંકેત આપવામાં આવ્યું છે
ખ્વાજાનગરમાં લાગેલા બેનરો મુસ્લિમ લોકોને એવું સૂચન આપી રહ્યા છે કે ઘરની બહેન/દીકરીઓને મોબાઈલ ન વાપરવા દેવો કારણ કે, તે દીન એટલે કે મઝહબની વિરુદ્ધ છે. ઘરના મા, બાપ, ભાઈએ ઘરની દીકરીઓને દીન શીખવવો જોઈએ અને દીકરીઓને બચાવવી જોઈએ.બેનરની અંદર ‘લવ ટ્રેપ’ શબ્દનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, એ કયા કારણથી કરવામાં આવ્યો છે. તેને લઈને કોઈ સ્પષ્ટતા દેખાતી નથી.
બેનરના કારણે ઉઠયા સવાલો
સુરતના ખ્વાજાનગરમાં લગાવેલા બેનરોમાં કહેવામાં આવ્યું છે કે, ‘દીનથી દૂરી છે એટલે જ આપણી દીકરીઓ મુર્તદ (ઇસ્લામ ત્યાગી) બની રહી છે. આ માટે મા, બાપ, ભાઈ જવાબદાર છે જેમણે ક્યારેય ધ્યાન નથી આપ્યું. દીન સીખાઓ, બેટી બચાઓ. તેમ કહેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
પોલીસે હટાવ્યા બેનર
ઉલ્લેખનીય છે કે, બેનરોમાં મુસ્લિમ છોકરીઓ મોબાઈલનો ઉપયોગ કરતી હોવાને કારણે મઝહબથી દૂર જતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો મુસ્લિમ મા-બાપને દીકરીઓને દીન અંગેની તાલીમ આપીને તેમને બચાવવાની વાત કરવામાં આવી છે. આ બેનરો કોણે અને ક્યારે લગાડ્યા એ અંગે સ્થાનિકોને કોઈ જાણકારી નથી. જોકે થોડા દિવસ પહેલાં વડોદરાના એક વિસ્તારમાં પણ આ જ પ્રકારના બેનર લગાવવામાં આવ્યા હતા.મુસ્લિમ સમાજની બેન દીકરીઓને સંબોધીને લગાવવામાં આવ્યા બેનર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા.ત્યારબાદ પોલીસે દ્વારા આ બેનર ને કાઢી નાખવામાં આવ્યા હતા.
ADVERTISEMENT