અમદાવાદમાં ખુટી પડ્યા Eye-Drops, કંજક્ટીવાઈટીસના કેસ વધતા સરકાર પાસે વધુ 50,000ની માગણી
અમદાવાદઃ ચોમાસા પછી કંજક્ટીવાઈટીસના કેસ સામે આવતા હોય છે પરંતુ આ વખતે આંખો આવવાના કેસની સંખ્યા એટલી બધી વધી છે કે ના પુછો વાત. તંત્ર…
ADVERTISEMENT
અમદાવાદઃ ચોમાસા પછી કંજક્ટીવાઈટીસના કેસ સામે આવતા હોય છે પરંતુ આ વખતે આંખો આવવાના કેસની સંખ્યા એટલી બધી વધી છે કે ના પુછો વાત. તંત્ર પણ પરેશાન થઈ રહ્યું છે. આંખ આવવાનો આ રોગ લોકો માટે પણ પરેશાની ઊભી કરી રહ્યો છે. દર્દીઓ વધી રહ્યા છે અને તેના કારણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જ રોજના 200 કેસ સરેરાશ આવવા લાગ્યા છે. ગત રોજ 298 કેસ નોંધાયા હતા. કોર્પોરેશન અર્બન હેલ્થ સેન્ટર પર 1600 કેસ રોજના આવી રહ્યા છે.
આંખ આવે તો રાખશો આટલી તકેદારીઃ કેવા હોય લક્ષણો, કેવી રીતે કરશો બચાવ? જાણો તમામ વિગતો
અમદાવાદમાં ખુટી પડ્યા આઈડ્રોપ્સ
આંખો આવવાના આ રોગને કારણે અમદાવાદમાં આઈડ્રોપ્સની માગ વધી છે. તંત્ર પાસે પણ આઈડ્રોપ્સ ખુટી પડ્યા છે. કોર્પોરેશન દ્વારા સરકાર પાસે વધુ 50 હજાર આઈડ્રોપ્સની માગણી કરવામાં આવી છે. અમદાવાદમાં જ અત્યાર સુધી 17 હજાર જેટલા આઈડ્રોપ તો અપાઈ પણ ચુક્યા છે. પણ આ બાજુ એક જ અઠવાડિયામાં અમદાવાદમાં 12 હજારથી વદારે કેસ આ રોગના સામે આવી રહ્યા છે. જો ખાનગી હોસ્પિટલ્સના પણ આંકડા ઉમેરવામાં આવે તો તો કેસ 30 હજાર કરતા વધારે થવા જાય છે.
આંખો આવે તો કેવી રીતે ખબર પડે
આંખો આવે મતલબ કે કન્જેક્ટિવાઈટિસ થાય તો ખબર કેવી રીતે પડે તો તેના કેટલાક લક્ષણો છે જેના પર ધ્યાન આપવાથી તેની ખાતરી જાતે પણ કરી શકાય છે. આ દરમિયાનમાં આંખો લાલ થવા લાગે છે. આંખોમાં ખંજવાળ આવવા લાગે છે. સતત આંખમાંથી પાણી ઝરતું રહે છે. આંખમાં દુખાવો થાય છે અને આંખોના પોપચા ચોંટી જાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT