સોમનાથમાં વિશાળ હનુમાનજીની મુર્તિનું અનાવરણ, કોંગ્રેસે તાળા મારવા સિવાય કોઇ કામ કર્યું નથી: શાહ
અમરેલી : દેશના ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે હતા. તેઓએ સોમનાથ મંદિર દર્શન કર્યા હતા અને પુજા અર્ચના કરી હતી. હનુમાનજીના વિશાળ સ્ટેચ્યુનુ અનાવરણ…
ADVERTISEMENT
અમરેલી : દેશના ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે હતા. તેઓએ સોમનાથ મંદિર દર્શન કર્યા હતા અને પુજા અર્ચના કરી હતી. હનુમાનજીના વિશાળ સ્ટેચ્યુનુ અનાવરણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે અમરેલીમાં એક જનસભા સંબોધિત કરી હતી. જ્યાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાતમાં જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે સૌરાષ્ટ્રની ડેરીઓ પર મોટુ ખંભાતી તાળુ મારીને જતા રહ્યા હતા. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા બાદ ડેરીઓનેમુડી ભંડોળ આપી ફરી ચાલુ કરાવી હતી. આજે સૌરાષ્ટ્રના જુના જિલ્લાઓમાં બધી ડેરી ધમધોકાર ચાલી રહી છે.
કોંગ્રેસે ખેડૂતનું શોષણ કરવા સિવાય બીજુ કોઇ કામ નથી કર્યું
કેન્દ્રીયગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમરેલીની અમર ડેરીના પટાંગણમાં પોજાયેલી વિવિધ ક્ષેત્રોની સાત સહકારી મંડળીઓને સંયુક્ત વાર્ષિક સામાન્ય સભામાં હાજરી આપી હતી. જ્યાં તેમણે કોંગ્રેસ સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. આ ઉપરાંત અમિત શાહે સહકારી મંડળીઓના પ્રોત્સાહન અંગે સરકારની નીતિઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આગામી પાંચ વર્ષમાં 3 લાખ મંડળીઓને બેંક સાથે જોડી તેને બહુહેતુક બનાવવાની સરકારની નેમ છે. જેના માટે દરેક પંચાયતમાં સહકારી મંડળીની સ્થાપના કરવા માટે 1500 કરોડ રૂપિયા અને કોમ્પ્યુટરાઇઝેશન માટે 1000 કરોડ આમ કુલ 2500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
સહકારિતા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે
આ ઉપરાંત સહકાર યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે અને અને તેમાં સહકારિતા અંગેની તમામ માહિતી આપતા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે. ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. જેનાથી મંડળીની પ્રગતિ ઓનલાઇન જાણી શકાશે.આ ઉપરાંત ગોબરગેસ, ગોડાઉન વીજ કલેક્શન માર્કેટિંગ ક્ષેત્રને પણ સહકારિતા ક્ષેત્રમાં સમાવિષ્ટ કરવામાં આવશે. જેનાથી સહકારી ક્ષેત્રનો વ્યાપ વધશે અને તેની પ્રગતિ વધુ સધનપણે થશે. આ સંમેલનમાં પશુપાલન, મત્સયોદ્યોગ અને ડેરી પાલન પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, જિલ્લાનું ગૌરવ ગીર ગાય અને જાફરાાદી ભેંસની ઓલાદના સંવર્ધન તેના જતન અને તેની સશક્ત ઓલાદો જન્મે તેવા સંયુક્ત હેતુઓને સાકાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી અમરેલી જિલ્લામાં એક સંવર્ધનકેન્દ્ર શરૂ થશે. જેના કારણે પશુપાલકોને ખુબ જ મોટો ફાયદો થશે. વધારેમાં વધારે મંત્રીઓએ કહ્યું કે, દેશમાં સહકાર સમૃદ્ધીનું સૌથી મોટુ ઉદાહરણ અમુલ છે. જે પ્રતિદિવસ 150 કરોડ રૂપિયાનું વેચાણ કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT